________________
શ્રી કલ્પસૂત્ર
શબ્દ બોલતા અટકો લાગી. આ દુઃખદ સમાચારથી ઉત્તમબુદ્ધિવાળો સિદ્ધાર્થ રાજા પણ લેકેને સાથે ચિંતાતુર થઈ ગયે, અને તેમના મંત્રીઓ પણ કંઈ ઈલાજ હાથ ન લાગવાથી અત્યંત મૂઢની જેમ ચિંતાગ્રસ્ત બની ગયા.
નરપતિશ્રેષ્ઠ સિદ્ધાર્થ રાજાનું જે ભવન, ડી વાર પહેલાં મૃદંગ, વીણ, કરતાલી, અને નાટકના પાત્રોથી મનહર રીતે ગુંજી રહ્યું હતું તે ભુવનમાં સર્વત્ર ગ્લાની અને ચિંતા ફેલાઈ ગઈ ! તમામ પ્રકારના સંગીત, નૃત્ય અને હાસ્યધ્વનિ વિરામ પામ્યા!નાટારંભ શાંત થઈ ગયા! કર્ણપ્રિય સુંદર ધ્વની આકાશમાં મળી ગયા. આખું રાજભુવન સૂનસાન અને શેકમય બની ગયું! આનંદના સ્થાને દીનતા અને વ્યગ્રતાએ અધિકાર જમાવ્યા.
ભગવન મહાવીરના ગર્ભનું ફરકવું શ્રમણ ભગવાન મહાવીરે ગર્ભમાં રહ્યા છતાં અવધિજ્ઞાનના બળથી, માતાને આત્મવિષયક–પ્રાર્થિત અને મને ગત સંકલ્પ જાણ લીધોતેમણે વિચાર્યું કે મેહની ગતિ જ કંઈક ન્યારી છે. વ્યાકરણના નિયમ પ્રમાણે જેમ દુષ ધાતુને ગુણ કરવાથી દેષ થઈ જાય છે તેમ આ સંસારમાં પણ ગુણ કરવા જતાં ઉલટે દેષ દેખાય છે. આ મેહની વાત કેને કરવી? મેં માતાના સુખને માટે જે કર્યું તે ઉલટું તેમને ખેદકારક નીવડયું. આ લક્ષણું ખરું જોતાં ભાવી કળિકાળના પ્રાબલ્યને જ સૂચવે છે. જેવી રીતે નાળીયેરના પાણીમાં શીતળતારૂપ ગુણને માટે નાખેલું કપુર ઝેર બની જાય છે અને મૃત્યુદાયક બને છે તેમ પાંચમા આરામાં મનુષ્યને કરેલ ગુણ ઉલટે દેષ કરનારા થશે. એ પ્રમાણે વિચાર કરીને ભગવાન મહાવીરે પિતાના શરીરનો એક ભાગ સહેજ કંપા.