________________
છમ વ્યાખ્યાન.
૨૯
ગણને મેળાપ કરવા એકઠા થયા હતા, તેમણે-અઢારે ગણરાજાઓએ અમાવાસ્યાને વિષે, સંસારસમુદ્રથી પાર પહોંચાડનાર-પષધો પવાસ કર્યો હતો. અહિં પિષધોપવાસને અર્થ આહારત્યાગ પિષધરૂપ કરવાનું છે. કારણ કે તે સિવાય તેઓને દીવા પ્રકટાવવા ન સંભવે. તે અઢારે રાજાઓએ વિચાર્યું કે શ્રમણ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તેથી ભાવ ઉદ્યત તે ગયે, પણ હવે આપણે દ્રવ્ય ઉદ્યોત કરવો જોઈએ. તેથી તેમણે તે રાત્રિએ દીવા પ્રકટાવ્યા. ત્યારથી દીપોત્સવ-દીવાળી નામનું પર્વ શરૂ થયું. અને કાર્તિક સુદ એકમને દિવસે દેવોએ શ્રી ગૌતમસ્વામીના કેવલજ્ઞાનને મહત્સવ કર્યો. ત્યારથી તે દિવસ પણ લોકોમાં આનંદ-ઉત્સવમય ગણાય. પ્રભુના મોટા ભાઈ –નંદિવર્ધન રાજા પ્રભુનું નિર્વાણ થયેલું સાંભળી અત્યંત ખિન્ન થયા.એખિન્નતાં ટાળવા તેમની બહેન સુદર્શનાએ તેમને સમજાવી કાર્તિક સુદ બીજને દિવસે આદર સહિત પોતાને ઘેર બોલાવી ભોજન કરાવ્યું. ત્યારથી “ભાઈ બીજ” નામનું પર્વ પ્રવત્યું.
તેજ રાત્રિએ ભસ્મરાશિ ગ્રહ બેઠે જે રાત્રિએ ભગવાન કાળધર્મ પામ્યા તેજ રાત્રિએ, કૂર સ્વભાવવાળે અને બે હજાર વર્ષની સ્થિતિવાળો ભમ્મરાશિ નામને ત્રિીશમે મહાગ્રહ ( આ ગ્રહ એક નક્ષત્રમાં બે હજાર વર્ષ પર્યત રહે છે) શ્રમણ ભગવાન મહાવીરના જન્મ નક્ષત્રમાં ( ઉત્તરાફાશુની નક્ષત્રમાં) સંકાંત થયે.
ગ્રહનાં નામ–હે અાશી છે. (૧) અંગારક (૨) વિકાસક (૩) લેહિતાક્ષ (૪) શનૈશ્ચર (૫) આધુનિક (૬) પ્રાધુનિક (૭) કણ (૮) કણક (૯) કણકણક (૧૦) કણવિતાનક (૧૧) કણસંતાનક ( ૧૨ ) સેમ (૧૩) સહિત