________________
તૃતીય વ્યાખ્યાન.
- ૧૦૦ પાયેલું હતું, નેત્રને જોતાં જ ગમી જાય તે હતો. તેના પ્રકાશથી દિશાઓ પણ દીપી નીકળી હતી. જાણે કે ઉત્તમ સંપત્તિનું નિવાસસ્થાન હોય અને સર્વ પ્રકારના અમંગળથી રહિત હાય, તે તે કલ્યાણકારી, તેજસ્વી અને ધર્મ, અર્થ તથા કામરૂપ ત્રિવર્ગ સંપત્તિના આગમનને સૂચવતું હતું. વળી સર્વ
તુઓમાં થતાં સુગંધી પુષ્પની માળા કંઠમાં ઝુલતી હતી. આ પ્રકારના સંપૂર્ણ ભરેલા રૂપાના કળશને ત્રિશલા ક્ષત્રિયાણીએ નવમા સ્વપ્નમાં નિહાળ્યો.
દસમું સ્વમ-પદ્ધ સરેવર દસમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પદ્મ સરોવર જોયું. આ સરોવરમાં, ઉગતા સૂર્યના કિરણેથી ઉઘડેલા સડસ પાંખડીવાળાં કમળની સુવાસ સર્વત્ર પથરાઈ રહી હતી અને એ સુવાસને લીધે સાવરનું પાણી પણ સુગંધમય બની ગયું હતું. પાણીને રંગ હેજ પીળા તથા હેજ રતાશ પડતું હતું. સરોવરની આસપાસ અનેક જળચર પ્રાણુઓ અને માછલાંઓ કલ્લોલ કરતાં હતાં. એ મહાન સરોવરમાં સૂર્યવિકાસી તથા ચંદ્રવિકાસી કમળ ઉપરાંત રાતા અને શ્વેત મેટાં કમળ પણ એટલાં બધાં હતાં અને તેની કાંતિ એટલી બધી પથરાઈ જતી હતી કે આખું સરોવર તેજથી ઝળહળતું હતું. હર્ષિત અંત:કરણવાળા ભમરા અને મદેન્મત્ત બનેલી ભમરીઓ, એ રમણીય સરેવરમાં ખીલેલા કમળોનું આસ્વાદન લઈ રહ્યાં હતાં. આવા સુંદર અને ભવ્ય સ્થાનની પ્રાપ્તિથી ગર્વિત બનેલા કલહંસ, બગલા, ચકવા, રાજહંસ અને સારસ ઈત્યાદિ પક્ષીઓ અને તેમનાં જોડલાંઓ સરોવરના નિર્મળ જળને સુખેથી ઉપલેગ કરી રહ્યાં હતાં. કમલિનીનાં પાંદડાં પર પડેલાં જળબિંદુ સરોવરના
પાંખડીવાળા સરવરનું પાણી
રતાશ પડતા આ કલોલ