________________
૧૨૮
બીક પસૂત્રવૈમાનિક દેવેને પણ પૂજનીય થશે (૧૩) રત્નરાશિ દેખવાથી. રત્નના ગઢવડે વિભૂષિત થશે (૧૪) નિઈમ અગ્નિ દેખવાથી. ભવ્ય પ્રાણીઓ રૂપી સુવર્ણની શુદ્ધિ કરનારો થશે. અને એ ચોદે સ્વપ્નનું એક સામટું ફળ શૈદરજજુ સ્વરૂપ લોકના અગ્રભાગ ઉપર રહેનારો થશે.
એટલા માટે જ હે દેવાનુપ્રિય, અમે કહીએ છીએ કે ત્રિશલા ક્ષત્રિયાણુંએ જે સ્વપ્ન જોયાં છે તે ખરેખર પ્રશસ્ત અને આરોગ્ય, સંતોષ, દીઘાયુષ, કલ્યાણ તથા મંગળને સૂચવનારો છે.
સિદ્ધાર્થ રાજાને ઉત્તર એ પ્રમાણે સ્વપ્ન પાઠકના મુખેથી ચૌદ મહા સ્વનેના અર્થ સાંભળી, અવધારી, સિદ્ધાર્થ રાજા ઘણજ પ્રસન્ન, સંતુષ્ટ અને પ્રફુલ્લ થયા. તેમણે બે હાથ જોડી મસ્તકે અંજલી જોડી સ્વ.પાઠકોને કહ્યું કે
હે દેવાનુપ્રિયે, આપનું કહેવું બરાબર છે. તમે સ્વમનું જે ફળ કહ્યું તે યથાર્થ છે, સંપૂર્ણ યથાસ્થિત છે, અમે પણ તેજ ફળ ઈચ્છીએ છીએ, તમારે શબ્દેશબ્દ અમે ગ્રહણ કર્યો છે, તમારા અર્થ વિષે મને જરાય શંકા નથી.”
: એ પ્રમાણે કહી સ્વનેને સારી રીતે અંગીકાર કરી સ્વપ્ન પાઠકને પુષ્કળ શાલી વિગેરે ભેજનની વસ્તુઓ ભેટ આપી, ઉત્તમ પ્રકારનાં પુષ્પ, વસ્ત્રો, સુગંધી ચુર્ણ, કુલની માળાઓ અને મુગટ વિગેરે અલંકારવડે તેમને સારે સત્કાર કર્યો. વિનયભર્યા નમ્ર વચને કહી તેમનું સન્માન કર્યું અને જંદગીપર્યત ચાલે એવું ઘણું પ્રતિદાન આપી તેમને વિદાય કર્યા
ત્રિશલા ક્ષત્રિયાણુને નિવેદન ત્યારબાદ પોતાના સિંહાસનથી ઉતરી, પડદા પાછળ