________________
૩૧૮ :
શ્રી કલ્પસત્રસુષમ નામને ચે આરે ઘણેખર વીતી ગયા બાદ, વષકાળના પહેલા મહિનામાં, વર્ષાકાળના બીજા પખવાડીયામાં–શ્રાવણ માસના શુકલ પખવાડીયાની આઠમને દીવસે, સમેત નામના પર્વ તના શીખર ઉપર, તેત્રીસ બીજા મુનિવરે સાથે, જળરહિત માસ ક્ષપણનું તપ કરીને, વિશાખા નક્ષત્રમાં ચંદ્રમાને યેાગ પ્રાપ્ત થતાં, પહેલા પ્રહરને વિષે, બન્ને હાથ લાંબા કરી કાઉસગ્ગ ધ્યાનમાં રહીને મોક્ષે ગયા–સંસાર સમુદ્રને પાર પામ્યા–શરીર તથા મન સંબંધી સર્વ દુઃખે એળગી ગયા.
અને શ્રી પાર્શ્વનાથના નિર્વાણકાલ પછી બાર વર્ષ વીતી ગયા. તેરમા સૈકાનું આ ત્રીશમું વષ જાય છે. અર્થાત શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી બારસો ત્રીસમે વર્ષે કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું–કિંવા વંચાયું. શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી અઢી વર્ષે શ્રી મહાવીરસ્વામીનું નિર્વાણ થયું અને શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ પછી નવસે એંશીમે વર્ષે આ કલ્પસૂત્ર પુસ્તકારૂઢ થયું.
* શ્રી નેમિનાથ ચરિત્ર. હવે શ્રી નેમિનાથનું ચરિત્ર જઘન્યાદિ વાચનાથી કહેવામાં આવે છે. તે કાળે અને તે સમયે શ્રી નેમિનાથ પ્રભુનાં પાંચે કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયા:-પ્રભુ ચિત્રા નક્ષત્રમાં દેવકથી
વ્યા, અને એવીને ગર્ભમાં ઉત્પન્ન થયા, ચિત્રા નક્ષત્રમાં જન્મ્યા, ચિત્રા નક્ષત્રમાં દીક્ષા લીધી અને ચિત્રા નક્ષત્રમાં કેવલજ્ઞાન તથા કેવલદર્શન પામી મેક્ષે ગયા.
શ્રી નેમિનાથ પ્રભુ વર્ષાકાલના ચેથા માસમાં, વર્ષાકાલના સાતમા પખવાડીયામાં–કાર્તિક માસના કૃષ્ણ પખવાડીયાની બારશની તિથિને વિષે (ગુજરાતી આ વદિ બારસ), બત્રીસ સાગરેપમની સ્થિતિવાળા અપરાજિત નામના મહાવિમાનથી