________________
૧૫૨
શ્રી કલ્પસૂત્રશાત્વના આપતાં કહેવા લાગ્યા કે –“ હમણા તે વખતને માન આપી મુંગા મુંગા ચાલવામાં જ મજા છે. પર્વના દિવસે આવા સાંકડા જ હોય.”
આકાશમાંથી ઉતરતા દેવના મસ્તક પર ચન્દ્રનાં કિરણ વરસતાં હતાં અને તેથી દેને જાણે પળીયા આવી ગયા હોય એવા વૃદ્ધ સમા ભાસતા હતા. તેમના મસ્તકે સ્પર્શતા તાશ, રૂપાના ઘડા જેવા, કંઠે સ્પર્શતા તારા કંઠી જેવા અને શરીરે સ્પર્શતા તારા પરસેવાનાં બિન્દુ જેવા શોભી રહ્યાં હતાં.
ઈન્દ્રને આચાર એ રીતે દેથી પરિવરેલે ઈન્દ્ર, નન્દીશ્વરદ્વીપ પાસે આવી, વિમાનને સંક્ષેપી, ભગવંતના જન્મસ્થાનકે આવ્યા. જિનેશ્વરને તથા માતાને ત્રણ પ્રદક્ષિણ દઈ વંદન–નમસ્કાર વિગેરે કરી છે કે –“કુખમાં રત્ન નિપજાવનારી, જગતમાં દીપિકા સમ હે માતા ! હું તમને નમું છું, હું–દેને સ્વામી શકે, આજે તમારા પુત્ર-છેલ્લા તીર્થકરને જન્મ મહત્સવ ઉજવવા દેવલેથી ચાલ્યો આવું છું. માતા ! તમે કઈ રીતે ચિંતા કે વ્યગ્રતા ન ધરતા.” તે પછી ઈન્દ્ર ત્રિશલા માતાને અવસ્થાપિની નિદ્રા આપી અને જીનેશ્વર પ્રભુનું પ્રતિબિંબ માતાના પડખે મૂકયું. ઈન્ડે પ્રભુને કરસંપુટમાં લીધા અને પ્રભુની સેવાને તમામ લાભ પિતાને જ મળે તે માટે પિતાનાં પાંચ રૂ૫ બનાવ્યાં. એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા, બે રૂપે બન્ને પડખે રહીને ચામર વીંજવા લાગ્યા, એક રૂપે પ્રભુને માથે છત્ર ધારણ કર્યું અને એક રૂપે વજ ધારણ કરીને આગળ ચાલવા લાગ્યો. તેની સાથે-આગળ પાછળ અનેક દે ચાલવા લાગ્યા. તેમાં જેઓ આગળ ચાલતા હતા તેઓ પાછળ આવનારાઓને