________________
૪૨
રૂપમાં મળ ગ્રંથને એક બીજે પણ પેટાવિભાગ ઘણુંક પ્રતિઓમાં આપેલ જોવામાં આવે છે. આ વિભાગ તે ઘણું કરીને ટીકાકારેને આભારી છે. કારણ કે તેમણેજ આનો ઉપયોગ કરેલો છે. સ્થવિરાવલી ઉપર ટીકા રચાએલી નહીં હોવાથી તેની સૂત્રોમાં વહેંચણી થવા પામી નથી. યદ્યપિ આ સૂત્રાત્મક વિભાગ સધળી પ્રતિઓ અને ટીકાઓમાં એકજ સરખો જોવામાં આવતા નથી; તથાપિ, તે બહુ ભિન્ન પણ પડતો નથી. અને તેથી કરીને આ આવૃત્તિમાંનું કોઈ પણ સત્ર, હસ્તલિખિત પ્રતિએમાં સરળતાપૂર્વક ખોળી શકાય તેમ છે. થેરાવલીની તેર સૂત્રોમાં કરેલી વહેંચણી મારી પિતાની છે. કારણ કે, કોઈ પણ પ્રતિમાં આવી વહેંચણું કરેલી જોવામાં આવતી નથી.
કલ્પસૂત્ર ઉપર સૌથી પ્રાચીન ટીકા જો કે મેં જોઈ નથી, પણ તે ચૂર્ણિ હોય તેમ લાગે છે. તે બીજી બધી ચૂણિઓની માફક પ્રાકૃતમાંજ લખાએલી હશે. કારણ કે ટીકાઓમાં કઈ કઈ પ્રસંગે તેનાં અવતરણે લીધેલાં જોવામાં આવે છે. તેના કર્તાનું નામ મળતું નથી, પણ તે હમેશાં ચૂણિ કારના નામે ઓળખાય છે. બાકીની બધી અર્વાચીન ટીકાઓ સીધી અગર આડકતરી રીતે તેના ઉપરજ રચાએલી છે. અને પ્રાય: તે તેના સંસ્કૃત ભાષાંતર રૂપે જ છે. આમ માનવાનું કારણ એ છે કે એ ટીકાઓમાં મૂળના જે અર્થો આપેલા છે તે સઘળી ટીકાઓમાં લગભગ એકજ સરખા, શબ્દ શબ્દ, મળતા આવે છે. આ બાબત સર્વ ટીકાઓનું મૂળ એક જ માની લઈએ તો જ સમજાવી શકાય તેમ છે. બીજું એ છે કરેલી છે – પુરિમચરિમગાથાશકસ્તવ ચાવત, શાસ્તવગર્ભાવતારસંચાર , સ્વનવિચારગર્ભસ્થાભિગ્રહ, જન્મોત્સવક્રીડા-શ્રીવીરકુટુમ્બવિચારા, દીક્ષાજ્ઞાન-પરિવાર–મેક્ષા: શ્રી પાર્શ્વનાથ-શ્રીનેમિચરિતાન્તરાણિ, શ્રી આદિનાથચરિત્રસ્થવિરાવલચક, સામાચારીમિચ્છા ( ? ) શ્રી કાલિકાચાર્ય કથા-”કાલિકાચાર્યની કથા સ્વતંત્ર હોવાથી તે કલ્પસત્રની પાછળ તદૃન અર્વાચીન સમયમાં દાખલ થએલી છે. ઉપર આપેલી વાચનાની ગણનામાં આદિનાથ અથવા ઋષભચરિત્ર અને સ્થવિરાવલી એ બનેને એકજ વાચનામાં મૂકી દીધા છે. આ બને ભાગોને જે આપણે બે જુદી જુદી વાચનામાં વિભક્ત કરીએ, અને કાલિકાચાર્યની કથાને કાઢી નાંખીએ તે તે વાચનાની પ્રસિદ્ધ વ્યવસ્થાની. અપાર થઈ ૨હે છે.