________________
૨૪
ષષમ વ્યાખ્યાન. સંયમ અને તપને સારી રીતે આચરવાથી મુક્તિરૂપ ફલ પુષ્ટ થાય એવા પ્રકારના ત્રણ રત્નસ્વરૂપ નિવણ માગવડે, એવી રીતે સમગ્ર ગુણેના સમુહવડે પોતાના આત્માને ભાવતા ભગવાને બાર વરસ વીતાવ્યાં.
તપ તથા પારણુની સંખ્યા મહાવીર પ્રભુએ છવસ્થ અવસ્થામાં જે તપ તથા પારણાં કર્યા તેની સંખ્યા એક છમાસી તપ, એક પાંચ દિવસ ઓછાને છમાસી તપ, નવ ચારમાસી તપ, બે ત્રણમાસી તપ, બે અઢીમાસી ત૫, છ માસી ત૫, બે દાઢમાસી ત૫, બાર માસક્ષમણ, હેતેર પક્ષક્ષપણ, બાર અઠ્ઠમ, બસે ઓગણત્રીસ છઠ્ઠ, એક સર્વતોભદ્ર પ્રતિમા દસ દિવસના પ્રમાણુની, મહાભદ્ર પ્રતિમા ચાર દિવસની, ભદ્રપ્રતિમા બે દિવસની, ત્રણ ઓગણપચાસ પારણાના દિવસ, અને એક દીક્ષાને દિવસ. એ રીતે પ્રભુએ બાર વરસ અને સાડાછ માસ સુધીમાં જે જે તપ કર્યો તે સઘળા જળરહિતજ કર્યા. જઘન્યમાં જઘન્ય તપ છઠ્ઠને કર્યો, કોઈપણ વખત એક ઉપવાસ કરીને પારણું ન કર્યું. તેમજ નિત્ય ભેજન તે કોઈ જ વખત ન કર્યું. પ્રભુને કયાં-ક્યારે-કેવી સ્થિતિમાં કૈવલ્ય થયું?
એ પ્રમાણે તેરમા વરસની મધ્યમાં વર્તતા શ્રમણ ભગવાન મહાવારને ગ્રીષ્મકાળના બીજા મહિનાને વિષે, ચીમકાળના ચોથા પખવાડીયાને વિષે–અર્થાત્ વૈશાખ માસના શુકલ પખવાડીયાને વિષે, દશમની તિથિને વિષે, પૂર્વ દિશા તરફ છાયા ગયે, ન્યૂન નહીં તેમ અધિક પણ નહીં એવી પ્રમાણુપ્રાસ પાછલી પારસી થયે, સુવ્રત નામના દિવસે, વિજય નામના મુહૂર્તમાં, જંભિકગ્રામ નામના નગરની હાર, જુવાલુકા નામની નદીના કાઠ, એક વ્યંતરના જીર્ણ થઈ ગયેલા મંદિરથી બહુ દૂર નહીં