________________
૨૧૮
શ્રીકટપસત્ર
અને ખૂબ મેથીપાક પણ ચખાડ! ત્યાંથી વિહાર કરી પ્રભુ • આવર્ત ગામ પધાર્યા, અને બળદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં પણ ગૌશાળે પોતાના સ્વભાવ પ્રમાણે બાળકને બી. વરાવવા મુખના ચાળા કરવા માંડ્યા. ભયભીત બનેલાં બાળકના માબાપોએ જોયું કે મેંશાળે તે એક બેવકુફ ભિક્ષુક માત્ર છે, તેને મારવાથી કંઈ લાભ થાય તેમ નથી. તેથી તેમણે તેના ગુરૂને જ શિક્ષા આપવાને મનસુબે કર્યો. તેમણે વિચાર્યું કે “જે ગુરૂ પિતાના શિષ્યના તફાન મુંગેહેડે જોયા કરે છે અને વારતે નથી તેને જ શા સારૂ શિક્ષા ન કરવી ?”
દુબુદ્ધિવાળાં માબાપ, જેવા પ્રભુને મારવા તૈયાર થયાં કે તેજ વેળા મંદિરમાંની બળદેવની મૂર્તિ એ જ હળ ઉપાડી તેમને અટકાવ્યા. એ દેખાવ જોઈ આશ્ચર્યમુગ્ધ બનેલા લેકે પ્રભુના પગમાં નમી પડ્યા અને પોતાના અપરાધ બદલ વારંવાર પશ્ચાતાપ કરવા લાગ્યા.
ત્યાંથી વિહાર કરી પ્રભુ ચોરાક સન્નિવેશે ગયા. ત્યાં એક માંડવામાં ઉત્તમ ભેજન રંધાતું હોવાથી, “ભોજન તૈયાર થ. વાને હવે કેટલીવાર છે?” તે તપાસવા ગોશાળ છાનોમાનો છુપાઈને, નીચે વળીને વારંવાર જોવા લાગ્યો. તે ગામમાં ચેરની ઘણી રંજાડ હતી. તેથી સંતાઈને જોતા ગોશાળાને લોકેએ ચોર માની પકડ અને માર્યો પણ ખરે! ગોશાળાએ ગુસ્સે થઈ શ્રાપ આપે કે–“જે મારા સ્વામીનું તપ તેજ હોય તે આ માંડે બળી જાઓ.” પ્રભુનું નામ લઈ શ્રાપ આપેલ હોવાથી, પ્રભુના ભક્ત વ્યંતરોએ તત્કાળ માંડવે બાળી નાખ્યા.
ત્યાંથી પ્રભુ કલંબુકા નામના સન્નિવેશમાં પધાર્યા. અહીંયા મેઘ અને કાલહસ્તી નામના બે ભાઈઓ પર્વતના રક્ષક તરીકે અધિકાર ભેગવતા હતા. કાલહસ્તીએ મનધારી પ્રભુને અને