________________
૧૭૬
વાર્ષિક દાન પ્રભુએ વાર્ષિકદાન આપ્યું એમ ઉપર સંક્ષિપ્તમાં સૂચવ્યું છે. પ્રભુને દીક્ષા લેવામાં એક વર્ષ બાકી હતું ત્યારથી જ તેમણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું. તેઓ હમેશાં સૂર્યોદયથી આ રંભી પ્રાતઃકાળના ભેજન પહેલાં એક કરેડને આઠ લાખ સેનૈયાનું દાન આપવા લાગ્યા. નગરના દરેક રસ્તે અને શેરીએ શેરીએ ઢઢરે પીટાવ્યા કે “જેને જે કંઈ જોઈએ તે લઈ જાય.” જેને જેની જરૂર હોય તેને તે પ્રભુ પાસેથી મળવા માંડયું અને તેમાં ઈન્દ્રની આજ્ઞાથી દેવોએ પણ સહાય કરી. એવી રીતે એક વર્ષમાં પ્રભુએ ત્રણ અબજ, અઠયાશી કરોડ અને એંશી લાખ સોનૈયા દાનમાં ખચી દીધા ! આ વાર્ષિકદાનના સંબંધમાં કવિ કહે છે કે દાનની એવી તો વૃષ્ટિ થઈ કે દરિદ્રીઓનાં દારિદ્રય અને માંગણેની દીનતા રૂપી દાવાનળ છેક શાંત થઈ ગયા. કેટલાક પુરૂષોને નવાં આભૂષણે, વસ્ત્રો અને એક સાથે ઘર તરફ આવતા. જોઈ તેમની સ્ત્રીઓ તેમને ઓળખી પણ ન શકી. પછી જ્યારે પુરૂષોએ સેગન ખાધા ત્યારે જ સ્ત્રીઓની ખાત્રી થઈ કે આ બીજા કોઈ નહીં પણ તેમના પિતાનાજ ઘણું છે !
શ્રી નંદિવર્ધનની અનુમતિ અને દીક્ષા મહોત્સવ
વાર્ષિક દાનની ક્રિયા સમાપ્ત થતાં, પ્રભુએ પિતાના વડિલા બંધુ નંદિવર્ધનને પૂછયું કે –“હે રાજ! તમે કહેલી મુદત હવે પૂરી થાય છે, તેથી હવે હું દીક્ષા સ્વીકારું છું.” આ વાત સાંભળી નંદિવર્ધન રાજાએ પણ દીક્ષા લેવા માટે પોતાની અનુમતિ આપી. તેમણે દીક્ષા મહોત્સવ કરવા માટે આખા ક્ષત્રિયકુંડ નગરને વિજા-પતાકા તથા તેણેિથી શણગાર્યું, રસ્તા અને બજારે સ્વચ્છ બનાવી, રંગથી સુશોભિત કરી, ઉત્સવ જેવા આવનારા પ્રેક્ષકે માટે માંચડા ગઠવ્યા. એગ્ય સ્થળે પંચવણી પુપની માળાઓ