________________
૨૧૬
શ્રી કલ્પસત્રગશાળાએ વિચાર કર્યો કે જયાં માંસની ગંધ પણ ન હોય ત્યાંજ આજે ભીક્ષા લેવા જઉં અને માંસ મળવાનું ભવિષ્ય છેટું પાડું તેજ હું ખરે! તે શુદ્ધ આહાર–પાન કરનાર વૈશ્યાના લતામાં ભીક્ષા માટે ભમવા લાગ્યા. - હવે પ્રસંગ એવો બન્યા કે તે નગરીમાં પિતૃદત્ત નામના
એક વૈશ્યની સ્ત્રી–ભદ્રાને ભાગ્યાગે દરવેળા મરેલાં સંતાન જન્મભદ્રાએ પોતાના દુર્ભાગ્યની વાત શિવદત નામના એક નિમિત્તીયાને કરી, અને એ દોષ નિવારવાને શું કરવું તે વિષે જીજ્ઞાસા કરી. શિવદત્તે કહેલું કે “જે હવે તને મરેલા સંતાન જન્મે તે એ મરેલા બાળકનું માંસ ખીર સાથે મેળવી, કઈ ભિક્ષુકને ખવરાવજે, એટલે તેને સારાં-નરવાં બાળક અવતરશે.”
ગશાળ શિક્ષાને માટે ભમતું હતું, તે જ દિવસે ભદ્રાને મરેલું બાળક અવતરેલું. તેથી તેણીએ તે મરેલા બાળકનું માંસ ખીર સાથે ભેળવી તૈયારજ રાખ્યું હતું. તેટલામાં ગોશાળે મિષ્ટાન્નની આશાથી ભમતો ભમતે તે જ ઘરે આવી ચડ્યો. વાટ જોઈ બેઠેલી ભદ્રા એકદમ ઉઠીને ઉભી થઈ અને પેલી ખીર ગશાળાને આપી દીધી. ખીર લઈને ગોશાળે રવાના થયા એટલે બાઈએ વિચાર્યું કે જે આ ભિક્ષુકને ખીરમાંના માંસની ખબર પડશે તે જરૂર મને શ્રાપ આપી મારું ઘર પણ બાળી નાખશે. તેથી તેણુએ શાળાના જવા પછી ઘરનું બારણું જ ફેરવી નાખ્યું!
ગશાળે આનંદથી ખીર ખાધી અને પ્રભુની પાસે આવી નિવેદન કર્યું, ત્યારે પ્રભુએ તે ખીરવાળી આખી વાત મૂળથી જ કહી સંભળાવી. શૈશાળાએ નિર્ણય કરવા મુખમાં આંગળી નાખી વમન કર્યું. વમનની અંદર બરાબર તપાસ કરતાં બાળકનું માંસ જણાયું.
ખીરમાં માંસ ભેળવી, પોતાને ઠગનારી બાઈ ઉપર ગોશા