________________
૩૦૬
શ્રી કલપસૂત્રમ સંવત્સર કાળ જાય છે. વળી વાચનતરમાં દસમા સૈકાને આ ત્રાણમ સંવત્સર જત જણાય છે.
એ સૂત્રપાઠને ભાવાર્થ બરાબર સ્પષ્ટપણે સમજાતું નથી. તે પણ પૂર્વ ટીકાકાએ તેની જેવી વ્યાખ્યા કરી છે તે પ્રમાણે અમે પણ તેને અર્થ નીચે આપીએ છીએ –
આ સૂત્રપાઠ માટે કેટલાક કહે છે કે “શ્રી કલ્પસૂત્ર પુસ્તકરૂપે કયારે લખાયું? તે સમય સૂચવવા માટે શ્રી દેવગિણિ ક્ષમાશમણે આ સૂત્રપાઠ લખે છે. તેથી એ પાઠને અર્થ આ પ્રમાણે કરો:–શ્રી વીરનિર્વાણથી નવસે એંશી વરસ વ્યતીત થતાં સિદ્ધાંત પુસ્તકારૂઢ થયા તે વખતે આ કલ્પસૂત્ર પણ પુસ્તકારૂઢ થયું. એટલે કે શ્રી વીર નિર્વાણથી નવસે એંશીમે વરસે વલ્લભીપુર નગરમાં દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ વિગેરે સકળ સંઘે મળી આગમ લખ્યા ત્યારે શ્રી ક૯પસૂત્ર પણ લખાયું. પણ વાચનાંતરમાં એટલે બીજી પ્રતિમાં નવસે ત્રાણુમે સંવત્સર કાળ જાય છે એમ દેખાય છે. તાત્પર્ય કે કઈ પુસ્તકમાં લખ્યું છે કે શ્રી વીરનિર્વાણથી નવસે એંશી વરસ વ્યતીત થતાં કલ્પસૂત્ર પુસ્તક રૂપે લખાયું અને કેઈ બીજા પુસ્તકમાં લખ્યું છે કે નવસે ત્રાણું વરસ વ્યતીત થતાં ક૯પસૂત્ર પુસ્તક રૂપે લખાયું.
કેટલાક એમ પણ કહે છે કે – શ્રી વીરનિર્વાણથી નવસો એંશી વરસ વ્યતીત થતાં, કપસૂત્રની વાચના સભા સમક્ષ થઈ એમ જણાવવાને આ સૂત્રપાઠ મૂકે છે. એટલે કે શ્રી વીરનિર્વાણથી નવસે એંશી વરસ વ્યતીત થતાં, આનંદપુરની અંદર, પુત્રના મરણથી શોકગ્રસ્ત થયેલા ધ્રુવસેન રાજાના શોકને દૂર કરવા માટે, મહોત્સવ પૂર્વક સંઘસમક્ષ કલ્પસૂત્ર વાંચવું શરૂ કર્યું. પણ વળી બીજી પ્રતિમાં–વાચનાંતરમાં નવસે ત્રાણુમે સંવત્સર કાલ