________________
શ્રી કલ્પસૂત્ર
જેઓનાં વિવેકરૂપી નેત્ર બંધ થયાં છે એવા પ્રાણીઓને શ્રુતજ્ઞાન, સદ્ધર્મ તથા મુક્તિમાર્ગ બતાવી ઉપકારી થયા છે.
સરભુદયાણું–શરણ આપનાર, ભગવાન જ સંસારથી ભય પામેલાઓનું એક માત્ર શરણ છે.
જીવદયાણું-મરણના અભાવવાળું –મૃત્યુવિનાનું જીવનમોક્ષ આપનાર અથવા પ્રાણીઓ ઉપર દયાવાળા.
બેહિંદયાણું–સમ્યકત્વ આપનાર. - ધર્મદયાણું–દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ચારિત્રધર્મ આપનાર.
ધર્મદેસયાણું-ધર્મને ઉપદેશ આપનાર. ધમનાયગાણું ધર્મના નાયક–સ્વામી. ધમ્મસારહીણું–ધર્મરૂપી રથના સારથી. સારથી જેમ ખોટા માર્ગથી બચાવી રથને સીધા રાજમાર્ગ ઉપર લઈ જાય છે, તેમ ભગવાન પણ માર્ગથી ભ્રષ્ટ થયેલાઓને રાજમાર્ગમાં સ્થાપે છે.
મેઘ કુમાર,
રાજગૃહ નગરમાં શ્રેણિક નામે રાજા રાજ્ય કરતે હતે. તેને ધારિણે નામે રાણી તથા મેઘકુમાર નામે એક પુત્ર હતે. એક વખત શ્રી મહાવીર સ્વામી પૃથ્વી ઉપર વિહાર કરતા, રાજગૃહની બહાર ઉદ્યાનમાં સમેસર્યો. પ્રભુની દેશના સાંભળવા શ્રેણિક તથા મેઘકુમાર વિગેરે ત્યાં ગયા. દેશના સાંભળી મેઘકુમારને તિવ્ર વૈરાગ્ય થયે, તેથી તેણે પોતાની આઠ સ્ત્રીઓને ત્યાગ કરી, મહા મહેનતે માતપિતાની આજ્ઞા મેળવી પ્રભુ પાસે દીક્ષા લીધી. ભગવાને મેઘકુમારને ગ્રહણ અને આસેવના વિગેરે સાધુઓના આચાર શિખવવા માટે સ્થવિરેને સેં. રાત્રીએ