________________
૪૦૨
શ્રી કલ્પસત્રલાગે કે– “હે બ્રાહ્મણે! તમે મને બાંધીને લાવ્યા છે અને આ યજ્ઞમાં મને મારી નાંખવા માગે છે તે હું જાણું છું. તમારી જેમ જે હું પણ નિર્દય થઉ તે એક ક્ષણવારમાં તમને સોને મારી નાખી શકું છું કેપ પામેલા હનુમાને જેમ લંકામાં જઈ રાક્ષસેમાં ત્રાસ થતો હતો તેમ હું પણ કરી શકે તેમ છું, પરંતુ શું કરું! મને દયા-ધર્મ આડે આવે છે. કૃષ્ણ પોતે શું કહ્યું છે તે તમે ભૂલી ગયા લાગે છે ! તે કહે છે કે “હે ભારત! એક પશુના શરીરને વિષે જેટલા રામકૂપ છે, તેટલા હજાર વર્ષ સુધી પશુને ઘાત કરનારાં નરકમાં સડે છે. જે કોઈ સેનાને મેરૂ બનાવી દાનમાં આપે અથવા આખી પૃથ્વીનું દાન કરે, તે પણ અભયદાનની ટોચે આવી શકતું નથી, જીવિત આપનાર–અભયદાન આપનાર સર્વ પ્રકારના દાનીઓમાં શ્રેષ્ઠ છે, બીજાં દાનનું ફળ તે કમેં કરીને ક્ષીણ થાય છે, પણ અભયદાન આપનારનાં પુણ્યને ક્ષય કદિ પણ થતા નથી.
“પણ તું કેણ છે?” એમ લેકે પૂછવા લાગ્યા એટલે બકરાએ જવાબ આપ્યો કે “હું અગ્નિ છું, મારા વાહનરૂપ આ પશુને તમે શા સારૂ વ્યર્થ વધ કરે છે? ધર્મની ખાતર જ જે કરતા હો તે અહીં પધારેલા પ્રિયગ્રંથ સૂરીંદ્રને જઈને પૂછે, એટલે તેઓ તમને શુદ્ધ ધર્મ સમજાવશે. એ જ ધર્મનું શુદ્ધિપૂર્વક આચરણ કરે, જેમ નરેંદ્રોને વિષે ચકી અને ધનુષ્યધારીઓને વિષે ધનંજય-અર્જુન શ્રેષ્ઠ છે, તેમ સત્યવાદીઓને વિષે એ આચાર્ય પણ અદ્વિતીય છે.” બ્રાહ્મણેએ એ ઉપદેશ સ્વીકાર્યો અને સુખી થયા. મધ્યમા, વિદ્યાધરી, ઉચ્ચ નાગરી, આર્યસેનિકા આદિ
| શાખાઓ સ્થવિર પ્રિયગ્રંથથી મધ્યમા શાખાનીકળી. કાશ્યપગરવાળા