________________
૩૨૨
શ્રી કલ્પસૂત્ર
બળવાન નેમિકુમાર ધારે તે રમતવાતમાં મારું રાજ્ય પડાવી લે. મેં મહા મહેનતે પ્રાપ્ત કરેલું રાજ્ય તે જોતજોતામાં પડાવી લે એ સમર્થ દેખાય છે. માટે મારે હવે કંઇક ચાલાકી વાપરી, અત્યારથી જ સાવચેત બનવું જોઈએ. આ જગતમાં બધે બુદ્ધિમાન પર જ વિજય પામે છે અને ચલ બુદ્ધિવાળા તે હાથ ઘસતા. બેસી રહે છે. દાખલા તરીકે દાંત મહા મુશીબતે ચાવે છે, પણ તેને રસ તે જીવ ચરી જાય છે.”
તે પછી તેઓ બળભદ્ર પાસે જઈ કહેવા લાગ્યા કે – બ્રાઈ! હું તમને વાત કહેતાં પણ શરમાઉં છું. મારા જે બળવાન વાસુદેવ જ્યારે નેમિકુમારની ભુજા સાથે એક પંખીની જેમ લટકી રહે ત્યારે હવે મારે મારી શરમ કયાં જઈ છુપાવવી? એ મહાબલિષ્ટ નેમિકુમાર કેઈક દિવસ પણ આપણું રાજ્ય પડાવી લેશે અને આપણને રઝળતા કરી મૂકશે. તેથી આપણે જે ડાહા હાઈએ તે એકાંટે અત્યારથી જ ખેંચી કાઢવાની તજવીજ કરવી જોઈએ.” આ પ્રમાણે વાતચીત કરે છે એટલામાં જ આકાશમાંચી દેવવાણી થઈ કે “હે હરિ ! તમારે ચિંતા કરવાનું કંઈ જ કારણ નથી. પૂર્વે શ્રી નમિનાથ તીર્થકરે કહ્યું હતું તેમ શ્રી નેમિનાથ નામના બાવીસમા તીર્થકર કુમાર અવસ્થામાં જ દીક્ષા લેશે.” આ વાણી સાંભળી કુણ કિંચિત્ અંશે નિશ્ચિત થયા.
ગોપીઓ સાથે જળક્રિડા કુણે એક બીજો દાવ ર તેઓ પોતાના અંત:પુરની ગેપિીઓ સાથે નેમિકુમારને રૈવતાચલના ઉદ્યાનમાં જલક્રિડા કરવા. લઈ ગયા. કૃષ્ણ પ્રેમથી પ્રભુને હાથ ઝાલી સરોવરની અંદર ઉતાર્યા અને સુવર્ણની પીચકારીમાં કેસરવાળું જળ ભરી પ્રભુ ઉપર સિંચવા માંડયું. તેમણે પિતાની રુકિમણ વિગેરે ગોપીઓને