________________
૪૬
વન્સન કોઈ પણ મહત્વનો ભાગ મુકી દેતા નથી. મૂળમાં જ્યાં જ્યાં કિલષ્ટ ભાગે આવે છે ત્યાં ત્યાં તેઓ ભાષાન્તર કરવાને બદલે માત્ર વિવરણ કરે છે. પરંતુ સામાચારીમાં તો નિરાળીજ બાબત દષ્ટિગોચર થાય છે. ત્યાં તો તેમણે કાં તો મોટા ભાગને ઉડાવી દીધા છે, અથવા તે સંક્ષિપ્ત રૂપમાં મુકી દીધા છે. એમાં અર્થની સ્પષ્ટતા તરફ ભાગ્યેજ ધ્યાન આપવામાં
આવ્યું છે.'
વાસ્તવિકમાં ડો. સ્ટીવન્સનના પુસ્તકને, આજકાલ પ્રગટ થતા પ્રાકૃત -સંસ્કૃત ભાષાના ગ્રંથો તથા તેના ભાષાન્તરની પદ્ધતિએ તપાસવું તે તેમને ખરેખર અન્યાય કરવા જેવું છે. કારણ કે ત્રીસ વર્ષ પહેલને તે સમય પર્વાત્ય સાહિત્યના અધ્યયનની બાલ્યાવસ્થાને પ્રારંભિક કાળ હતે.
૧ આ ઠેકાણે ટિપ્પણમાં ડો. જેકોબીએ સામાચારીમાંના એક સૂત્રનું, ડો. સ્ટીવન્સને કરેલા તેજ સૂત્રના ભાષાન્તર સાથે, પોતાનું ભાષાન્તર તુલનાથે મુકેલું છે. પરંતુ આ સ્થળે તે અનુપયોગી હોવાથી, અહીં આપ્યું નથી.
અનુવાદક. ૨ ડો. સ્ટીવન્સનનું પ્રાકૃતભાષા સંબંધી જ્ઞાન કેટલું બધું મર્યાદિત હતું તે આપણે તેમણે કરેલી માગધીભાષા ઉપરની ટીકા ઉપરથી સહેલાઈથી સમજી શકીએ છીએ. ૫. ૧૪૧ ઉપર તેઓ લખે છે કે “તિલા” અને
Em” આ બંને પ્રથમાના રૂપો છે; પૃ. ૧૪ર ઉપર તેઓ “દિતિ” અને “સમસ” ની અનુક્રમે “કુછસિ” અને “સમન્નિના રૂપમાં જોડણી કરે છે અને “સિત્તા ” ને “શિતા ” કહે છે. આટલું કથન તેમના પ્રાકૃતના જ્ઞાનના સંબંધમાં બસ છે. સંસ્કૃતભાષા સંબંધી પણ તેમનું જ્ઞાન કેટલા ઉંચા દરજજાનું હતું તે કલ્પલતામાંના (પૃ. ૧૨ ) એક સંસ્કૃત ફકરાના તેમણે કરેલા અ ગ્રેજી ભાષાન્તરને, આગળ પૃ. ૨૨ ઉપર આપેલા તેજ ફકરાના મારા ભાષાંતર સાથે સરખાવવાથી જણાઈ આવશે. ડો. સ્ટીવન્સનનું - ભાષાન્તર નીચે મુજબ છે –“હવે હું કલ્પસૂત્રના ર્તાને ઉલ્લેખ કરૂં છું. તેમનું નામ શ્રીભદ્રબાહુસ્વામી હતું. તે એક વિચક્ષણ ગુરૂ હતા. તેઓ પિતાના વિષયની (ટિપ્પણ, મૂળ શબ્દ-પૂર્વ) ચંદ શાખાના જણનાર હતા, અને વિચક્ષણ આચાર્ય હતા. અહીં નામ સુચવાતા ગ્રંશે–દશાશ્રુતક, આઇમાધ્યયન, પ્રત્યાખ્યાનપ્રવાદ કે જેમાં તેમણે નવ શાખાઓ જોઈ–તેને, માર્ગદર્શક તરીકે રાખીને તેમણે આ કલ્પસૂત્ર બનાવ્યું હતું.”