________________
પંચમ વ્યાખ્યાન.
૧૭૭
લટકાવી દીધી ! અને એ રીતે નગરને દેવલાક જેવું મનાવી દીધું. ત્યાર પછી નંદીવર્ધન રાજાએ અને શક્રાદિ દેવાએ સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના, રત્ન અને રૂપાના, સુવણું રત્ન અને રૂપાના તથા માટીના, એવી રીતે આઠે જાતના કળશ, પ્રત્યેક જાતના એક હજાર અને આઠ આઠ સંખ્યાના તૈયાર કરાવ્યા. તેમજ બીજી પણ જોઇતી સામગ્રી તૈયાર કરાવી. અચ્યુતેન્દ્ર વિગેરે ચાસઢ ઇન્દ્રોએ મળી પ્રભુના અભિષેક કર્યો, તે પછી દેવાએ કરેલા કળશેા દિવ્ય પ્રભાવથી નદિવન રાજાએ કરાવેલા કળશેની અંદર અત િત થઇ ગયા. અને તેથી ન ંદિવર્ધન રાજાના કળશેમાં મપૂર્વ સાંદર્ય ખીલી નીકળ્યું. ન ંદિવર્ધન રાજાએ પ્રભુને પૂર્વ દિશા સન્મુખ બેસાડી, દેવાએ આઘેલા ક્ષીર સમુદ્રના જળથી, સ તીર્થની માટીથી, અને સકલ આષધીઓથી તેમના અભિષેક કર્યો. તે વખતે ઇન્દ્રો હાથમાં ઝારી તથા દણુ વિગેરે લઈ ૮ જય ! જય ! ના ઉ. ચ્ચાર કરતા આગળ ઉભા રહ્યા. પ્રભુને એ રીતે સ્નાન કરાવી, ગંધકાષાયી વસવડે શરીરને લૂછી નાંખી આખે શરીરે દિવ્ય ચંદનનુ વિલેપન કર્યું. એ વખતે પ્રભુના કંઠે ભાગ, કલ્પવૃક્ષના પુષ્પાથી રચાયેલી માળાવડે દીપવા લાગ્યા, તેમના આખા શરીર ઉપર સુવર્ણ જડિત છેડ વાળુ, સ્વચ્છ, ઉજજવળ અને લક્ષમૂલ્ય વાળું શ્વેત વસ્ત્ર શાભવા લાગ્યું, વક્ષ:સ્થળ ઉપર કીમતી દ્વાર ઝુલવા લાગ્યા, માજુમ ધ અને કડાથી તેમની ભુજાએ અલકૃત બની અને કુંડળના પ્રકાશથી તેમના મુખમ`ડળમાં અવનવી દીપ્તિ ચમકવા લાગી. એવી રીતે આભૂષણા અને વસ્ત્રોથી અલંકૃત થઇ પ્રભુ પાલખીમાં વિરાજ્યા.
""
ર