________________
૪૪૮
શ્રી કલ્પસૂત્રકે ત્યાંથી નીકળી જવાથી વિચારનું આરાધન થાય છે. જ્યાં જવાથી જે દિવસે વષકલ્પ આદિ મળી ગયેલ હોય તે દિવસની રાત્રિ ત્યાં રહેવું ન ક, નીકળી જવું કલપે, તે રાત્રિ ઉa. ઘવી ક૯પે નહીં. કાર્ય થયે છતે તુરતજ બહાર નીકળીને રહેવું એ ભાવ જાણ. ૨.
ઉપસંહાર ૨૮ એ પ્રમાણે પૂર્વે કહેલ સાંવત્સરિક ચોમાસા સંબંધ સ્થવિરક૯૫ને યથાસૂત્ર (એટલે સૂત્રમાં જે પ્રમાણે કહેલ છે તે પ્રમાણે કરવું, પણ સૂત્રવિરૂદ્ધ કરવું નહીં) અને યથાકલ્પ (એટલે અહીં જે પ્રમાણે કહેલ છે તે પ્રમાણે કરવું તે કહ૫ અને તેથી બીજી રીતે કરવું તે અક૯૫) કરતાં (આચરતાં) જ્ઞાનાદિ ત્રયરૂપ માર્ગ તે યથામાર્ગને યથાતથ્ય એટલે સત્ય વચનાનુસારે અને સમ્યક્ પ્રકારે મન, વચન અને કાયાએ કરીને સ્પશીને એટલે સેવીને, પાળીને એટલે અતિચારથી રક્ષણ કરીને, વિધિપૂર્વક કરવાવડે ભાવીને, યાવજજીવ આરાધીને, બીજાને ઉપદેશ કરીને, યક્ત કરણપૂર્વક આરાધીને એટલે જિનેશ્વરે ઉપદેશ કર્યા મુજબ જેમ પૂર્વે પાળે તેમ પછી પણ પાળીને કેટલાએક શ્રમણ નિર્ગથે તેની અતિ ઉત્તમ પાલના વડે તેજ ભવે સિદ્ધ (કૃતાર્થ) થાય છે, કેવલજ્ઞાને કરીને બેધ પામે છે, કર્મરૂપી પાંજરાથી મુક્ત થાય છે, કર્મકૃત સર્વ તા૫ના ઉપશમથી શીતળ થાય છે અને શરીર તથા મન સંબંધી સર્વ દુઃખને અંત આપે છે. કેટલાએક તેની ઉત્તમ પાલના વડે બીજે ભવે સિદ્ધ થાય છે–ચાવત શરીર તથા મન સંબંધી સર્વ દુઃખને અંત કરે છે. કેટલાએક તેની મધ્યમ પાલનાવડે ત્રીજે ભવે યાવત શરીર મન સંબંધી સર્વ દુ:ખને અંત કરે છે. (કેટલાએક) જઘન્ય આરાધના વડે પણ સાત આઠ ભવ તે અતિક્રમે જ નહીં એટલે સાત આઠ ભવે તે અવશ્ય ક્ષે જાય એ ભાવ જાણો. ૬૩.