________________
૪૧
આ આવૃત્તિમાં મારી ગણત્રી મુજબ વ્યવસ્થિત સખ્યા ઉપરાંત એકસાથી વધારે ગ્રંથા ( ક્ષેાકા ) અધિક છે, અને કેટલીક ગ્રંચશતીનુ પ્રમાણ ૧૦૦ થી ૧૩૫ જેટલા ગ્રંથાનુ જોવામાં આવે છે. આ રીતે ન્યુનાધિક ગ્રંથપ્રમાણવાળી અવ્યવસ્થા જોઇને, કેટલાક સંદેહજનક પ્રકરણા કાઢી નાંખી, આ સૂત્રને મૂળ સ્વરૂપમાં--અસલની ગ્રંથસંખ્યામાં—લાવી મૂકવાનુ મારૂ મન થઈ આવે છે. પર ંતુ, આ સૂત્રની શિથિલ રચના અને એમાં વારંવાર આવતી પુનરૂતિઓ, કે જે સૂત્રશૈલીનું એક ખાસ લાગુ જ છે, તેને લઇને આમાંના કયા ભાગા અમૂલક છે, તે શેાધી કાઢવાનું કામ કઠણ હાવાથી, હું તેમ કરતાં મારા મનને રોકી રાખુ છુ.
એવુ કહેવાય છે કે, પહેલાના વખતમાં આખું કલ્પસૂત્ર પશુસણુની પ્રથમ રાત્રિએ* વાંચવામાં આવતું હતું; પરંતુ જ્યારથી આનન્દપુરના રાજા ધ્રુવસેનને, પોતાના સેનાંગજ નામના પ્રિયપુત્રના મરણુનિત શેકથી મુક્ત કરવા અર્થે, તેને સભામાં વાંચવામાં આવ્યું: ત્યારથી તે સૂત્ર નવ વાચનાએ અથવા વ્યાખ્યાને દ્વારા સાથે સમાવવામાં આવે છે. આ નવ વાચના કેટલીક પ્રતિમાં, તેમજ કેટલીક ટીકામાં ચિન્હ અથવા ઉલ્લેખ કરી જુદી જુદી બતાવવામાં આવી છે; પરંતુ આ વિષયમાં બધાને એકમત નહીં હાવાથી મારી આવૃત્તિમાંમેં આ વાચનાત્મક વિભાગા દાખલ કર્યા નથી. સાધારણ રીતે મહાવીરચરિત છ વાચનામાં વિભક્ત કરવામાં આવે છે. બાકીના જિનરિતા સાતમી વાચનામાં ગણાય છે. અથવા તેા મહાવીરચરિતની પાંચ અને બાકીના જિનચરિતાની એ, આવી રીતે પશુ સાત વાચનાઓ ગણુાય છે. થેરાવલી અને સામાચારીએ દરેકની એકેક વાચના કહેવાય છે.+ જિનચરિત અને સામાચારી નામના ભાગમાં, સૂત્રેા અથવા પ્રકરણાના
♦ કલ્પસૂત્રની ટીકાઓમાં લખ્યા પ્રમાણે તે! - પ્રથમ રાત્રિએ ’ નહીં પણ અન્તિમ રાત્રિએ કલ્પસૂત્રનું અધ્યયન-શ્રવણ કરવામાં આવતું હતું.
–સપાદક.
+ આ બીનાની મિતિના સબંધમાં એકમત નથી. કેટલાક તેને વી. નિ. ૯૮૦ મા વર્ષમાં મકે છે, કેટલાક ૯૯૩ માં અને કેટલાક વળી વી. સ્ ૧૦૮૦માં મૂકે છે.
+ E નામની હસ્તલિખિત પ્રતિમાં નીચે પ્રમાણે વ્યાખ્યાનકાની વહેંચણી