________________
દ્વિતીય વ્યાખ્યાન
' ગર્ભહરણને સમય જાલંધર શેત્રની દેવાનંદા બ્રાહાણીની કુખમાંથી પ્રભુના ગર્ભનું, વસિષ્ઠ ગેત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં સંક્રમણ થયું, તે વખતે વર્ષાકાળને ત્રીજો માસ, વર્ષાકાળનું પાંચમું પખવાડીયું, એટલે કે આસો (ગુજરાતી ભાદરવા) માસનું કૃષ્ણ પખવાડીયું હતું, અને તેરશની રાત્રી હતી. બરાબર અર્ધરાત્રીયે, એટલે કે ખ્યાશી રાત્રીદિવસ ગયા બાદ ત્યાશીમા રાત્રિદિવસી વચ્ચેના કાળમાં, ઉત્તરાફાલ્યુની નક્ષત્રને વિષે ચંદ્રને વેગ પ્રાપ્ત થતાં, ભગવાન ત્રિશલા માતાની કુખમાં આવ્યા. અહિં કવિ ઉપ્રેક્ષા કરે છે કે “શ્રી ભગવંત સિદ્ધાર્થ રાજાના આકુળમાં પ્રવેશ કરવાને ક્ષણવાર મુહુર્ત આવવાની રાહ જોતા હોય તેમ જે બ્રાહ્મણના ઘરમાં ખાસી અહેરાત્ર સુધી રહ્યા તે શ્રી ચરમ તીર્થકર પ્રભુ કલ્યાણ કરો !”
ભગવંતે પિતાનું ગર્ભસંક્રમણ જયું કે નહીં?
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર મતિ, શ્રુત અને અવધિ એ ત્રણે જ્ઞાન સહિત હતા. જ્યારે દેવાનંદાની કુખમાંથી ત્રિશલા માતાની કુખમાં પોતાનું સંહરણ થવાનું હતું ત્યારે “હું સંડરાઈશ” એ પ્રમાણે પ્રભુ પોતે જાણે છે, પણ જ્યારે હરિણે ગમેલી દેવ દેવાનંદાની કુખમાંથી લઈને ત્રિશલા માતાની કુખમાં સંહરણ કરે છે ત્યારે તે સંહરણ વખતે “હું સંહરાઉં છું” એ પ્રમાણે જાણતા નથી.'
અહીં કેઈ શંકા કરે કે સંહરણ થતી વખતે પ્રભુએ પોતાનું સંહરણ કેમ નહીં જાણ્યું હોય? સહરણને કાળ તે અસંખ્ય સમયને હોય છે. આથી અસંખ્ય સમયવાળી ક્રિયાને ભગવાન ન