________________
પંચમ વ્યાખ્યાન.
૧૬૯
આવ્યા! પંડિત પણ લલાટાદિમાં ચંદનનાં તિલક કરી, પ દિવસે પહેરવાનાં ઉત્તમ અને સ્વચ્છ વસ્ત્રો પહેરી, આભૂષણેાથી અલંકૃત બની, વમાન કુમારની રાહ જોઈ બેઠા હતા. પ્રભુ પાઠશાળામાં પધાર્યા અને ચેાગ્ય સ્થાને બેઠા. ખરાખર એ વખતે જ વાયુથી ઉડતી પતાકાની જેમ, સમુદ્રમાં સંક્રમેલા ચન્દ્રમાના પ્રતિબિંબની જેમ, મદોન્મત્ત હાથીના કાનની જેમ, પીપળાના પાનની જેમ, અને કપટીના ધ્યાનની જેમ. ઇંદ્રનું સિંહાસન, પ્રભુના પ્રાઢ પ્રભાવથી કંપાયમાન થયું. પોતાના અચલ સિંહા સનને એવી રીતે અકસ્માત્ કંપતુ જોઇ ઇન્દ્રે અવધિજ્ઞાનના ઉપયાગ મૂકયા. પ્રભુના સબંધ જાણી તે અતિશય વિસ્મિત થયા અને પેાતાની સભાના દેવાને ઉદ્દેશીને ખાળ્યે કેઃ— હું દેવા ! જુએ તે ખરા ! ત્રણ જ્ઞાનના ધણી અને સર્વ શાસ્ત્રોના પારગામી તીર્થંકર પ્રભુને પણ માતાપિતાએ મેહવશ બની અલ્પવિદ્યાવાળા એક સાધારણ મનુષ્ય પાસે ભણવા મેાકલ્યા છે ! પણ એ ઠીક ન કહેવાય; કારણ કે આંબાને તારણ ખાંધવુ, અમૃતમાં મીઠાશ લાવવા ખીજી ચીજો નાંખવી, સરસ્વતીને ભણવવી અને ચન્દ્રની અંદર સફેદ ગુણનું આરોપણ કરવું જેમ નકામું છે, તેમ
<<
સ્વયં જ્ઞાની તીર્થંકર પ્રભુને પાઠશાળામાં ભણવા માકલવા એ પણ નિરક છે. પ્રભુ માગળ વચનાને આડ ંબર કરવા તે માતા આગળ મામાનું વર્ણન કરવા સમાન, લંકાનિવાસી આગળ સમુદ્રના કલ્લોલનું વર્ણન કરવા સમાન અને સમુદ્ર આગળ લવ. શુની ભેટ લઇ જવા સમાન મિથ્યા જ છે. જીનેશ્વરી તે ભણ્યા વિના જ સર્વ શાસ્ત્રોના પારગામી, દ્રવ્ય વિના પણ પરમેશ્વર અને આભૂષણે વિના પણ મનેાહર હોય છે. આવે પ્રસગે મારી ફરજ તા સ્પષ્ટજ છે કે મારે પ્રભુના અવિનય ન થવા દેવા જોઇએ. ” એ પ્રમાણે દેવસભામાં પ્રભુના ગુણેાનુ વર્ણન કરી,
''