________________
૩૬૮
શ્રી કલ્પસૂત્ર
स्वाम्याह दक्षिणं हस्तं कथं भिक्षां न लासि भोः सपाह दातृहस्तम्याधो भवामि कथं प्रभो ! ॥
સ્વામીએ પિતાના જમણા હાથને પૂછયું કે “અરે! તું ભીક્ષા કેમ નથી લેતે ?” જમણા હાથે જવાબ આપે કે-“પ્રભુ હું ભીક્ષા તે લઉં પણ દાતારના હાથ નીચે મારે રહેવું પડે તે મને કેમ પાલવે? કારણ કે હું તે...
पूजा भोजन दान शान्तिक कला प्राणिग्रह स्थापना - चोक्ष प्रेक्षण हस्तकांर्पणमुख व्यापारबद्धस्त्वहम् ।
પજા, ભજન, દાન, શાંતિકર્મ, કળા, પાણિગ્રહણ (લગ્ન સમયનો હસ્તમેળાપ), સ્થાપના, શુદ્ધતા, પ્રેક્ષણ, (હસ્તરેખા બતાવવી), હસ્તક અર્પણ (હાથથી કોલ આપ તે) વિગેરે ક્રિયાઓમાં જ રોકાએ રહું છું. એટલે હે ભગવન! હું આવા ઉત્તમ કાર્ય કરનાર, એક દાતારના હાથ નીચે રહી હલકે કેમ પડું?”
એટલું કહીને જમણો હાથ મન રહ્યો એટલે પ્રભુએ ડાબા હાથને ભિક્ષા લેવાની ભલામણ કરી, તેના જવાબમાં ડાબા હાથે કહ્યું કે –
वामोऽहं रणसंमुखाऽङ्कगणना वामाङ्ग शय्यादिकृत् । द्यूतादिव्यसनी त्वसौ स तु जगौ चोक्षोऽस्मि न त्वं शुचिः ॥ હે પ્રભુ! રણસંગ્રામ વખતે મને જ આગળ ધરવામાં આવે છે, અંક ગણવામાં પણ હું હંમેશા તૈયાર રહું છું અને ડાબે પડખે સૂવા વગેરેના કાર્યમાં મારે જ ઉપગ કરવામાં આવે છે. એટલે મને તે કોઈ દાતારના હાથ નીચે રહેવાનું ન જ પરવડે. માટે જુગારના વ્યસની જમણા હાથનેજ આપ આજ્ઞા.