________________
૨૧૪
શ્રી કલપસત્રતેમાં આગ લાગે એ કંઈ સંભવ ન જણાવાથી તે ખેદયુક્ત વદને પ્રભુ પાસે આવ્યું અને કહેવા લાગ્યું કે ––“હે સ્વામી! મેં આપના નામથી શ્રાપ આપે, છતાં તે સાધુઓને ઉપાશ્રય ન બન્યું તેનું કારણ?”
સિદ્ધાર્થે જવાબ આપે કે –“ અરે બેવકુફ ! તેઓ તે શ્રી પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય છે. તેમને શ્રાપ અપાયજ નહીં અને આપીએ તે પણ કંઈ ન વળે.”
તે રાત્રિએ, મુનિચંદ્રસૂરિ જીનક૯૫ની તુલના કરતા હોવાથી ઉપાશ્રયની હાર પ્રતિમા ધરીને રહ્યા. પેલો કુંભાર મદિરાપાન કરી, ઘુમતે ઘુમતે ત્યાં આવી ચડે. તેણે દારૂના નીસ્સામાં આચાર્ય મહારાજને ન ઓળખ્યા. તેણે તેમને કેઈએક ચાર માની, ગળું પકડી, એટલે બધો માર માર્યો કે આચાર્ય મહારાજને પ્રાણપંખી ઉડી ગયો. આવું મરણત કષ્ટ વેઠવા છતાં તેઓ પોતાના શુભ ધ્યાનમાંથી જરાય ન ડગ્યા. પરિણામે તેમને તે જ વખતે અવધિજ્ઞાન થયું અને કાળધર્મ પામી દેવકે ગયા. દેએ આવી તે મુનિરાજના મહિમા માટે પ્રકાશ કર્યો. એ પ્રકાશ જોઈ ગાશાળે મનમાં મકલાયે કે આ ખરે મારો શ્રાપ ફળે ખરે ! સાધુઓને ઉપાશ્રય બળ્યો ખરે!
સિદ્ધાર્થે તેને સત્ય હકીકત કહી સંભળાવી. છતાં ગે. શાળાથી શાંત ન રહેવાયું. તે એકવાર ત્યાં જઈ, સૂઈ રહેલા સાધુ ઓને તિરસ્કારી પાછા આવ્યું ત્યારે જ તેના આત્માને શાંતિ વળી !
ગશાળે હેડમાં પડે ! ત્યાંથી વિહાર કરી પ્રભુ સૈારા નામના ગામમાં આવ્યા. ગશાળે પણ પ્રથમની જેમ સાથે જ હતું. ત્યાં પ્રભુને અને