________________
નવમ વ્યાખ્યાન
સમાચારી રૂપ ત્રીજી વાચનાઃ પર્યુષણા કયારે કરવી? તે કાળ અને તે સમયને વિષે વર્ષાકાળના એક માસ અને વીસ દિવસ ગયા બાદ શ્રમણ ભગવાન શ્રી મહાવીરે ચામાસામાં પ ષણાપ કર્યુ છે.
અહિં શિષ્ય પ્રશ્ન કરે છે કેઃ— વર્ષાકાળના એક માસ અને વીસ દિવસ ગયા બાદ શ્રમણ ભગવાન શ્રી મહાવીરે ચાતુર્માસમાં પર્યુષણાપ કર્યું છે, એમ કહેવામાં આપના શે। હેતુ છે ? ”
ગુરૂ તેના ઉત્તર આપે છેઃ— (૧) “ કારણ કે તે સમયે ગૃહસ્થાનાં ઘર પ્રાય: સાદડીથી ઢાંકેલાં હાય છે, ચુનાથી ધાળેલાં હાય છે, ઘાસ વિગેરેથી આચ્છાદિત કરેલાં હાય છે, છાણુ આદિથી લીંપેલાં હાય છે, વાડ વિગેરેથી રક્ષાયેલાં હાય છે, ખાડાં–ખડીયાવાળી વિષમભૂમિ ખાદીને સમાન કરેલી હાય છે, પાષાણુના કટકાથી ઘસીને કામલ કરેલાં હાય છે, ધૂપથી સુગંધિત કરેલાં હાય છે, પરનાલ ગાઠવીને પાણીને જવાના માર્ગ કરેલા હૈાય છે અને ખાળે! પણ બરાબર તૈયાર થઇ ગઇ હોય છે. એ રીતે ગૃહસ્થાએ પેાતાને માટે પેાતાનાં ઘર અચિત્ત કરી રાખ્યાં હાય છે, એટલાજ માટે એમ કહેવાય છે કે વર્ષાકાળના એક માસ અને વીસ દિવસ ગયા પછી શ્રમણ ભગવાન શ્રી મહાવીરે ચામાસામાં પયુંષણાપ કર્યું, ” ( એક માસ ને વીસ દિવસ પછી પર્યુષણા કરવી, એટલે ત્યાં ચામાસાના બાકીના કાળ સ્થિતિ કરવાનું કહેવુ, જેથી તે આરલના નિમિત્ત મુનિ ન થાય, એ રહસ્ય છે. )
(૨) તેવીજ રીતે ગણધરાએ પણ વર્ષાકાળના એક માસ અને વીસ દિવસ ગયા બાદ ચામાસામાં પર્યુષણાપ કર્યું છે. ”