Book Title: Kalpsutra Sukhbodhika Sachitra
Author(s): Sushil
Publisher: Meghji Hirji Jain Bookseller

View full book text
Previous | Next

Page 541
________________ ૪૨૮ શ્રી કલ્પસૂત્રસ્થાએ પિતાને નિમિત્તે આચ્છાદિત કરેલાં ઘર પ્રત્યે જાય અથવા ઝાડનાં મૂલ પ્રત્યે જાય કે જેવી રીતે ત્યાં તે સાધુના હાથ ઉપર પાણી, પાણીનાં મોટાં બિંદુઓ અથવા નાનાં બિંદુઓ વિરાધના કરે નહીં એટલે પડે નહીં. જો કે જિનકલ્પી આદિ દેશનદશ પૂર્વધર હોવાથી પ્રથમથી જ તેમને વર્ષાદને ઉપયોગ થાય છે (વર્ષાદ થશે કે નહીં તે જાણે છે, અને તેથી અર્ધ ખાધા બાદ જવું પડે એ સંભવતું નથી, તે પણ છદ્મસ્થપણુને લઈને કદાચિત અનુપયોગ પણ થાય. ૨૯. કહેલા અર્થને જ જણાવતાં કહે છે કે ચોમાસુ રહેલા પાણિપાત્રી સાધુને કાંઈ પણ પાણીના છાંટા તેના ઉપર પડે છે તે જિનકલ્પી આદિને ગૃહસ્થને ઘેર ભાત પાણીને માટે નીકળવું–પેસવું ક૯પે નહીં. ૩૦. પાણિપાત્રીઓની વિધિ એ પ્રમાણે કહી. હવે પાત્ર રાખનારા સાધુની વિધિ કહે છે. સ્થવિરકલ્પી ૧૩ ચોમાસુ રહેલા પાત્રધારી સ્થવિરકલ્પી આદિ સાધુને અવિચ્છિન્ન ધારાવડે વરસાદ પડતું હોય ત્યારે અથવા જેમાં વર્ષાકલ્પ એટલે વર્ષાકાળમાં ઓઢવાનું કપડું અથવા (છાપરાનું) નેવું પાણીથી ટપકવા માંડે અથવા ક૫ (કપડા ) ને ભેદીને અંદરના ભાગમાં (પાણું) શરીરને ભીંજાવે ત્યારે ગૃહસ્થને ઘેર ભાત પાણીને માટે નીકળવું પેસવું ન કપે. અહીં અપવાદ કહે છે કે તે સ્થવિરકલ્પી આદિને આંતરે આંતરે શેડી વૃષ્ટિ થતી હોય ત્યારે અથવા અંદર સુતરનું કપડું અને ઉપર ઉનનું પડું એ બેથી વેષ્ટિત થયેલ સ્થવિરકલ્પીને થોડી વૃષ્ટિમાં ગૃહસ્થને ઘેર ભાત પાણી માટે નીકળવું પેસવું કપે. ત્યાં પણ અને પાવાદમાં તપસ્વી અને ભૂખ સહન નહીં કરી શકે એવા સાધુએ ૧ કામળી વિગેરે.

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578