________________
શ્રી ક૯પસૂત્ર
હસી-નાચી રહ્યો હતો. પિતાએ પૂછયું કે –“તે અમારા આટલા બધા સાદને કંઈ જવાબ કેમ ન આપે ?” પુત્ર તુરત જ કહ્યું કે “તમે પોતે જ મને નથી કહ્યું કે કઈ વડીલ પુરૂષને સામે જવાબ ન વાળ?” પિતાને પિતાના પુત્રની વકતા અને જડતા માટે બહુ ખેદ થયે. સરળ અને પંડિત મુનિનું દ્રષ્ટાન્ત
શ્રી અજીતનાથ વિગેરે બાવીસ તીર્થકરેના વારાના મુનિઓ કેવા સરળ અને પંડિત હોય છે તે નીચેના દાનથી જણાશે
શ્રી અજીતનાથ ભગવાનના કેટલાક મુનિઓ નટનું નૃત્ય જોઈ લાંબે વખતે ઉપાશ્રયમાં આવ્યા. તે વારે ગુરૂજીએ પ્રશ્ન કર્યો કે-“મુનિઓ, આજે વધારે વખત કેમ લાગે?” જવાબમાં મુનિઓએ નટના નૃત્યની વાત સંપૂર્ણ સરળભાવે કહી સંભળાવી. તે પછી ગુરૂજીએ નટનું નૃત્ય નહીં નીરખવાને ઉપદેશ આપે. તે સર્વે મુનિવરેએ અંતઃકરણપૂર્વક કબુલ રાખે. તે પછી થોડા દિવસ નીકળી ગયા. એકદા તેજ મુનિએ Úડિલથી પાછા ફરતા હતા તે સમે એક નટી નૃત્ય કરતી હતી. તે નૃત્ય જેવાની અને સહેજ ઉભા રહેવાની ઈચ્છા થતાં જ તેમને ગુરૂજીને ઉપદેશ યાદ આવ્યું. તેમણે પોતાના મનથી જ નિશ્ચય કરી વાન્યા કે જે કે ગુરૂજીએ નટના ખેલ જોવાની મનાઈ કરી છે, પણ નટના ખેલમાં નટીનું નૃત્ય પણ જરૂર આવી જાય. એટલા માટે એવા પ્રકારનું કેઈપણ નૃત્ય કે ખેલ જેવા આપણે આચાર નથી. નટી તે ખાસ કરીને ન જોવાય. કારણ કે તે સ્ત્રી હોવાથી રાગ થવાના અત્યંત કારણરૂપ છે. એ પ્રમાણે વિચાર કરી પિતે પિતાની મેળે જ તે સ્થાને ઉભા ન રહેતાં એકદમ ઉપાશ્રય તરફ ચાલી નીકળ્યા.