________________
દ્વિતીય વ્યાખ્યાન.
૮૩
ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યો-જાલધર ગાત્રની દેવાનઢા નામે બ્રાહ્મણીની કુખે ગર્ભ પણે ઉત્પન્ન થયા છે. દેવાના રાજા અને દેવેાના ઇન્દ્ર તરીકે મારે શું કરવું ? દરેક ઇન્દ્રની એ જ છે કે ભગવાન અરિહંતાને સઘળા શુદ્ધ કળામાંથી, ઉગ્ર કુળામાં, ભાગકુળામાં, રાજન્ય કુળામાં, ઇક્ષ્વાકુ કુળામાં, જ્ઞાતળામાં, ક્ષત્રિકુળામાં અને રિવ'શકુળામાં અને તેવા બીજા શુધ્ધ જાતિવાળા અને શુધ્ધ કુળવાળા વÀામાં, જ્યાં જ્યાં રાજ્ય અને રાજ્ય લક્ષ્મીના ઉપભાગ થતા હાય ત્યાં મૂકવા. કર્તવ્ય નકકી થયા પછી ઇંદ્રે, બ્રાહ્મણકુડગામ નગરમાંથી, કાડાલગેાત્રના ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા, જાલંધર ગાત્રની દેવાનઢા નામે બ્રહ્મણીની કુખમાંથી, શ્રમણ ભગવાન્ મહાવીરના ગભને, ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં, શ્રી ઋષભદેવના વંશમાં થયેલા જ્ઞાત નામે ક્ષત્રિયવિશેષાની મધ્યમાં થયેલા કાશ્યપ ગેાત્રના સિધ્ધા નામના ક્ષત્રિયની ભાર્યા, વસિષ્ઠ ગેાત્રની ત્રિશલા નામે ક્ષત્રિયાણીની કુખને વિષે મૂકવાના નિશ્ચય કર્યો. તેમજ ત્રિશલા ક્ષત્રિયાણીના પુત્રીરૂપે જે ગર્ભ હતા તેને જાલંધર ગેાત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખમાં મૂકવાના પણ નિર્ણય કરી નાખ્યા.
તે પછી શકેન્દ્રે પગે ચાલનારા સૈન્યના અધિપતિ હરિગ્રેગમેષી નામના દેવને બાલાવી, પેાતાની આખી ચેાજના અને તેનાં કારણાની સમજુતી આપતાં કહ્યું:—
“ હે દેવાનુપ્રિય !અરિહંતા, ચક્રવત્તિએ, બળદેવા તથા વાસુદેવા કદાપિ શુદ્ર કુળામાં, અધમકુળામાં, પણકળામાં, દરિદ્ર કુળામાં, તુચ્છ કુળામાં, ભિક્ષુકકુળામાં,તથા બ્રાહ્મણકુળમાં ન આવે. એવા પુરૂષા હંમેશા ઉગ્રકુળ, ભાગકુળ, રાજન્યકુળ,જ્ઞાતકુળ, ક્ષત્રિયકુળ, ઇક્ષ્વાકુકુળ, હરિવંશકુળ અથવા તેવા પ્રકારના બીજા વિશુદ્ધ