________________
પુણ્ય પ્રભાવ સચિત્ર.
' યાને સમરાદિત્ય કેવળી ચરિત્ર,
તેને માટે પ્રસિદ્ધ જૈન ઇતિહાસકાર–મુનિમહારાજ
શ્રી જિનવિજયજીને અભિપ્રાય. [ રૂપીયા ૫૦ ને ગ્રંથ રૂપીઆ અઢીમાં. ]
(“શ્રી મહાવીર ” પત્ર અંક બારમામાંથી.) પ્રકાશક-મેઘજી હીરજી જૈન બુકસેલર, પાયધુની મુંબઈ. પૃષ્ઠ સંખ્યા, ૬૦૮, પાકુ પુથું મૂલ્ય પાંચ રૂપીઆ.
જૈન સમાજની સુરૂચિને પોષવા સારૂ ભાઈ મેઘજી હી. રજીએ જુના સાહિત્યને નવા રૂપમાં મુકવા માટે જે માર્ગ લીધો છે તે ઇચ્છવાયેગ્ય છે. નવી પ્રજાને જૂના રાસાઓ વાંચવા જેટલે અવકાશ કહે કે રસ કહે, તે હવે રહ્યો નથી. તેમનાં માટે જૂના રાસાઓને જે નવી શૈલીમાં ભેજી અંતરંગ–બહાંગ આકર્ષક બનાવી તેમના હાથમાં મુકવામાં આવે તે તેઓ તેને લાભ રસપૂર્વક લઈ શકે, એવા હેતુથી સ્મરણાવશેષ થએલા પાલીતાણુ વિલા પ્રસારક વગે પ્રાચીન પદ્યમય જૈન કથાઓને નવી ગદ્યશૈલીમાં વાર્તારૂપે ગોઠવી છપાવવાનો પ્રશંસનીય ઉ૫. કમ કર્યો હતો, તેણે જ છપાવેલા સમાદિત્ય ચરિત્રની ભાઈ મેઘજીએ આ પુનરાવૃત્તિ કાઢી છે અને તેને કેટલાક પ્રાસંગિક ચિત્રોથી સચિત્ર બનાવી છે. કદ જોતાં પુસ્તકની કિંમત કંઈક વધારે લાગે છે ખરી; પરંતુ આગળના શ્રાવકા ૫૦ રૂપિઆ ખચીને પણ જે સમરાદિત્ય ચરિત્ર મેળવી શકતા ન હતા, તે દષ્ટિએ આજે આવી રીતે અઢી રૂપિયામાં મળતું આ ચરિત્ર મધું ન કહેવાય.” પણ અનહદ સસ્તામાં સસ્તું જ કહેવાય.
મેઘજી હીરજી બુકસેલર
પદ૬ પાયધુની–મુંબઈ.