________________
ચતુર્થ વ્યાખ્યાન.
માતાના આ
ગ સહિસલામત છે એમ જણાતાં ત્રિશલા માતાના આ ન ંદના પાર ન રહ્યો. તેમના અને નેત્રામાંથી ઉલ્લાસભાવ ઝરવા લાગ્યા. કપાલ હર્ષથી વિકાસ પામ્યા, સુખરૂપી કમળ સહસા પ્રફુલ્લિત થયું અને રામરામમાં આનંદના પ્રવાહ વહેવા લાગ્યા. તેમણે પોતાની સખીઓ વિગેરેને કહ્યું કે:-ખરેખર, મારી ગર્ભ કોઇ પણ દુષ્ટ દેવે હરણ કર્યા નથી, તેમજ ગળી ગયાની કે ચ્યવી ગયાની કલ્પના પણ ખાટી ઠરી છે. આ મારા ગ પહેલાં ક પતા નહાતા તેથીજ ઘણા ઘણા તર્કવિતર્ક કરી નાખ્યા, પણ હવે તેના ક ંપન પરથી જણાય છે કે તે તદૃન કુશળ છે. હજી મારાં સદ્ભાગ્ય વિદ્યમાન છે, હું ત્રણે ભુવનમાં માનનીય અને ભાગ્યશાળી છુ. મારૂ જીવન પ્રશંસાપાત્ર છે. મારા જન્મ સાથે ક થયા છે. મારા ઉપર શ્રી જીનેશ્વર પ્રભુ પ્રસન્ન થયા છે, ગેાત્ર દેવોએની પણ મારી ઉપર કૃપા ઉતરી છે, અને જન્મથી આરાધેલા જિનધર્મ રૂપી કલ્પવૃક્ષ મને ફળ્યા છે.
એવી રીતે હ યુક્ત ચિત્તવાળી ત્રિશલાદેવીને જોઇને વૃદ્ધ સ્ત્રીએના મુખમાંથી “ જય જય નંદા ” ના આશીર્વાદ નીકળવા લાગ્યા. કુલાંગનાઓએ માનદના આવેશમાં આવી ધવળમંગળ પવર્તાવ્યાં, ચારે તરફ વજા-પતાકા ફરકવા લાગી અને સ્થળે સ્થળે મેાતીએના સાથીઆ પૂરાવા લાગ્યા. ધ પડેલાં ગીત-વાદ્યો પણ ફરીથી શરૂ થયાં અને ગાયના તથા નાચવડે આખું રાજકુળ દેવલાક જેવું શૈાભનીય અને આનંદમય ખની ગયું. ગર્ભ કુશળની વધામણીમાં કરાયાનું ધન સિદ્ધાર્થ રાજાએ ગ્રહણ કર્યું. અને કલ્પવૃક્ષની જેમ કરડાનુ દાન આનંદપૂર્વક કર્યું.