________________
૧૪૯
પંચમ વ્યાખ્યાન. નાખી, ખાડે વૈર્ય રત્નોથી પૂરી તેની ઉપર પીઠ બનાવ્યું તથા તેને દુર્વાથી બાંધીને તે જન્મઘરની પૂર્વદિશા, દક્ષિણ દિશા અને ઉત્તરદિશામાં કેળનાં ત્રણ ઘર બનાવ્યાં. દક્ષિણ દિશાવાળા ઘરમાં પ્રભુને તથા માતાને સિંહાસન ઉપર બેસારી, બંનેને સુગંધી તેલનું મર્દન કર્યું. પછી પૂર્વ દિશાવાળા ઘરમાં લઈ જઈને સ્નાન કરાવી-વિલેપન કરી કપડાં તથા આભૂષણે પહેરાવ્યાં. ત્યારબાદ ઉત્તર દિશાવાળા કેળના ઘરમાં લઈ જઈને ભગવંતને તથા તેમની માતાને સિંહાસન ઉપર બેસાડી, અરણિના બે કાષ્ટ ઘસી, અગ્નિ નીપજાવી, ઉત્તમ ચંદનવડેહામ કરી, તે અગ્નિની રાખવડે દિકકુમારીએાએ પ્રભુને તથા માતાને રક્ષાપિટલી બાંધી. ત્યારપછી તે દિકુમારીએાએ રત્નના બે ગેળા અકળાવી “તમે પર્વત જેટલા દીર્ધાયુષી થાઓ” એવા પ્રકારના આશિર્વચન ઉચ્ચાર્યા અને પ્રભુને તથા માતાને જન્મસ્થાને મૂકી પોતપોતાની દિશામાં જઈ ગીતગાન આરંભ્યાં. પ્રત્યેક દિકકુમારીકા સાથે ચાર હજાર સામાનિક દે, ચાર મહત્તરાઓ, સેળ હજાર અંગરક્ષકે, સાત સેનાઓ, સાત સેનાપતિઓ અને બીજા પણ મહદ્ધિક દે તે હોય જ. તેમજ આભિગિક દેવાએ બનાવેલા જન પ્રમાણવાળા વિમાને પણ હોય, અને એ વિમાનમાં બેસીને જ તેઓ પ્રભુને જોત્સવ કરવા આવે.
ઇન્દ્રની આતૂરતા સાધમેન્દ્રનું પર્વત સમાન નિશ્ચલ, શક્ર નામનું સિંહાસન કંપાયમાન થયું, એટલે ઇન્દ્ર અવધિજ્ઞાનને ઉપગ મૂકી જોયું તે ચરમ જિનેશ્વરનો જન્મ થયેલે જણાય. તુરતજ ઈન્દ્ર હરિગમેથી દેવ પાસે એક એજન જેટલા પરિમંડળવાળો સુષા નામને ઘંટ વગડાવ્યો. એ ઘંટની સાથે જ સર્વ