________________
૪૩
કે સર્વ ટીકાઓ ચૂણિને મુખ્ય પ્રમાણ માને છે. તેથી આપણે પણ તે કૃતિને સ્વાભાવિકરીતે તે સર્વની પાયાભૂત-(મૂળભૂત) માનવી જોઈએ. ઘણાક આધુનિક ટીકાકારોએ પોતાની ટીકાઓમાં ઉત્તરાધ્યયન અને આવશ્યક સૂત્રની ટીકામાંથી કેટલીક કથાઓ લઈને વચમાં દાખલ કરી દીધી છે, અને કઈ કઈ સ્થળે વિસ્તારયુક્ત એવી અપ્રસ્તુત હકિકતો ઉમેરી દીધી છે.
સૌથી જૂની ટીકા તરીકે મેં સંદેહવિષષધિ નામની પંજિકાને ઉપયોગમાં લીધી છે. એના કર્તા જિનપ્રભમુનિ છે. તેમણે એ ટીકા અયોધ્યામાં સંવત ૧૩૬૪ ના આશ્વિન સુદી ૮ અર્થાત સને ૧૩૦૭ માં પૂરી કરી હતી. એની ગ્રંથ સંખ્યા ૩૦૪૦ છે. એ ટીકાની અંદર તેમણે પર્યુષણાકલ્પનિકુંક્તિની પણ ટીકા લખી છે. આ પર્યુષણકલ્પનિર્યુક્તિની છાસઠ પ્રાકૃત ગાથાઓ છે, અને તે પર્યુષણ ઉપર એક નિબંધ રૂપે છે. આ નિર્યુક્તિની ટીકા તેના કર્તાના કહેવા મુજબ નિશીથચૂર્ણિમાંથી સંગ્રહિત કરવામાં આવી છે, અને થોડાં ટુંકા સંસ્કૃત વાક્યો સિવાય તે પ્રાકૃતમાં જ લખાએલી છે. આ આશ્ચર્યકારક બાબત આપણને ઉદાહરણ આપી સમજાવે છે કે જેનગ્રંથકારે પોતાના પૂર્વજોની કૃતિઓમાં કેટલો બધો સ્વરચિત ઉમેરે કરતા હતા. જે પર્યુષણાનિર્યુક્તિ ઉપર તેના પહેલાની સંસ્કૃત ટીકા હોત તો જિનપ્રભમુનિએ જરૂર તેની નકલ કરી હત. પરંતુ પિતાને અન્ય સાધનોના અભાવે આત્મનિર્ભર થવાનું હોવાથી, તેમણે નિશીથચૂર્ણિમાથી અવતરણ લીધાં છતાં તે અવતરણોનું સંસ્કૃત ભાષાન્તર સુદ્ધાં કરવાની તેમણે તસ્વી લીધી નથી. આપણને માનવાને કારણે મળે છે કે જિનપ્રભમુનિના સમયમાં ક૯૫ત્ર ઉપર કોઈ એક સંસ્કૃત ટીકા વિદ્યમાન હશે. કારણ કે તેઓ પોતાની ટીકા સંસ્કૃતમાં લખે છે; પરંતુ ચૂર્ણિને સારાંશ આપતા નથી. આ ટીકાની મારી પ્રતિ કે જેને માટે હું ડૉ. બુલહરની ઉદારતાનો ઋણી છું, તે સંવત ૧૬૭૪ માં લખવામાં આવી હતી. એમાંના ઉતારા તથા એમાં નિર્દિષ્ટ કરેલાં વિવિધ પાઠાન્તર મેં ટિપ્પણમાં દર્શાવ્યાં છે.
મૂળગ્રંથના અથવબોધનના વિષયમાં ઉપરની ટીકા સિવાય નીચે સુવેલી બીજી ત્રણ ટીકાઓ પણ છેડેજ અંશે ભિન્ન પડે છે. પરંતુ આ ટીકાઓમાં એક ઉદ્ધાત ઉપરાંત અન્ય ગ્રંથમાંથી ઘણાં અવતરણ અને