________________
. . શ્રી કલ્પસર'. વળી, એ દેવી કેવી છે? બન્ને ખભા ઉપર લટકતા બે કુંડની ઉલસાયમાન શેભાયુક્ત અને સમીચીન છે કાંતિ જેમાં એવા પ્રકાસ્નાદિપ્તિસ્વરૂપ ગુણસમુહ વડે તે શોભતી હતી. રાજા જેમ પિતાના સેવકો વડે શોભે, તેમ મુખરૂપ રાજાને જાણે સેવકસમુહ હોય, તેવા પ્રકારના દીપ્તિ લક્ષણ અને ગુણ સમુહ વડે તેમનું વદન શોભતું હતું. તેમનાં ચન કમળ જેવાં નિર્મળ, વિશાળ અને રમણીય હતાં. તેમના દેદિપ્યમાન બન્ને હાથમાં રહેલા કમળમાંથી મકરંદના બિંદુઓ ટપકતા હતા. જો કે દેવતાઓને પરસેવે નથી હોતું, છતાં માત્ર કીડાની ખાતર પવન લેવા કંપાવેલે-ફરકાવેલે વીંઝણ અતિ મનોહર લાગતે હતો. તેમજ તેમને કેશકલાપ સમ્યફ પ્રકારે છૂટા છૂટા વાળવાળે, શ્યામ વર્ણવાળો, સઘન અને બારીક હતે. એવી રીતે પદ્યસરોવરમાં ઉગેલા ઉક્ત સ્વરૂપવાળા કમળ ઉપર નિવાસ કરનારી, એશ્વર્યાદિ ગુણયુક્ત અને હિમવાન પર્વતના શીખર ઉપર દિગગજેન્દ્રોની લાંબી અને પુષ્ટ સુંઢ વડે જેને અભિષેક થઈ રહ્યો છે એવી લક્ષ્મીદેવીને ત્રિશલા ક્ષત્રિયાણું ચોથા સ્વપ્નમાં જુએ છે.