________________
૩૭૪
શ્રી ક૯પત્ર
માતાજી! આપના પુત્રની દેવી અદ્ધિ સામે એકવાર દષ્ટિ તે કરે! દેએ રચેલા સમવસરણને વિષે વિરાજેલા, ચેત્રીશ અતિશયથી શોભી રહેલા, સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા, સુરેન્દ્રોથી પૂજાતા અને સુરનથી વીંટળાયેલા આ આપના પુત્ર કેવી સુંદર દેશના આપી રહ્યા છે? પ્રભુના ચરણકમલ સેવનારા દેવના જયધ્વનિથી દિશાઓ પણ કેવી આનંદમાં આવી ગઈ છે? સ્વામીના દર્શનથી પરમ સંતોષ પામેલા દેવેનું સિંહનાદ સમું ગર્જન કેવું મોહક લાગે છે?” - ભરતના આનંદદગાર સાંભળી મરૂદેવા માતાના અંગેઅંગ રોમાંચિત થયાં. પાણીના પ્રવાહથી જેવી રીતે કાદવ જોવાઈ જાય તેવી રીતે આનંદાશ્રવડે તેમનાં પડળ પણ ધોવાઈ ગયાં. પ્રભુની છત્ર-ચામર વિગેરે પ્રાતિહાર્યની લક્ષ્મી નીરખી માતા વિચારવા લાગ્યાં કે –
ખરેખર, મેહથી વિહળ અને અંધ બનેલા પ્રાણીઓને ધિક્કાર છે! પિતાને સ્વાર્થ હોય ત્યાં સુધી જ સે સ્નેહ બતાવે છે! આ રાષભના દુઃખની નકામી ચિંતા કરી કરીને અને રડી રડીને આંધળી થઈ છતાં સુર–અસુરથી સેવાતા અને આવી અનુપમ સમૃદ્ધિ જોગવતા આ ઝાષભે મને સુખસમાચારને સંદેશે પણ ન મોકલ્યો! આવા સુખમાં માતા શેની યાદ આવે ? એવા સ્વાથી સ્નેહને હજારોવાર ધિક્કાર હો !” એવી ભાવના ભાવતાં મરૂદેવા માતાને કેવળજ્ઞાન ઉત્પન થયું અને તે જ ક્ષણે આયુષ્યનો ક્ષય થવાથી તેઓ મુક્તિ પામ્યાં.
પુત્ર પહેલાં જ માતા કેમ ગયા? અહીં કવિ ઘટના કરે છે કે – पुत्रो युगादीशसमो न विश्वे भ्रान्त्वा क्षितौ येन शरत् सहस्रम् । यदर्मितं केवल रत्नमग्र्यं स्नेहात् तदेवार्ण्यत मातुराशु ।।