________________
ષષમ વ્યાખ્યાન.
૨૭૩ શરીરથી ભિન્ન એ કેઈ આત્મા હશે” એવા સંશયમાં જ તું મુંઝાયા કરે છે ને ? તારે આ સંશય પણ “વિજ્ઞાનધન પર્વतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवाऽनु विनश्यति, न प्रेत्यसंज्ञास्ति--" વિગેરે પરસ્પર વિરૂદ્ધ ભાસતાં વેદવાથી ઉત્પન્ન થયેલ છે. - ઉપરના વેદવાક્યને તું એ અર્થ કરે છે કે –શરીરથી ભિન્ન એ કઈ આત્મા નથી. કારણ કે વિજ્ઞાનઘન –વિજ્ઞાનને સમુદાય જ, તે મુખ્ય સમુસ્થાય—આ પૃથ્વી વિગેરે પાંચ ભૂતેમાંથી ઉત્પન્ન થઈને, તાજેવાગવિષ્યતિ-- પાછો તે ભૂતેમાં જ લય પામે છે; ન છેત્યસંજ્ઞાડત્તિ તેથી શરીર અને આત્માની ભિન્ન સંજ્ઞા નથી. અર્થાત્ શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતેમાંથી વિજ્ઞાનને સમુદાય ઉત્પન્ન થાય છે, તેથી વિજ્ઞાનનો આધાર પાંચ ભતે જ છે, પણ આત્માને શરીરથી પૃથક માનવાવાળા જે વિજ્ઞાનને આધાર આત્મા નામના પદાર્થને શરીરથી પૃથક માને છે તે આત્મા નામપદાર્થ શરીરથી જૂદ નથી. જેવી રીતે મદિરાના અંગમાંથી એક પ્રકારની મદશકિત ઉત્પન્ન થાય છે, તેમ શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતમાંથી ચિતન્યશકિત ઉત્પન્ન થાય છે. આવી રીતે શરીર. રૂપે પરિણમેલા પાંચ ભૂતેમાંથી વિજ્ઞાનને સમુદાય ઉત્પન્ન થઈને, પછી જયારે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતને વિનાશ થાય છે, ત્યારે તે વિજ્ઞાનને સમુદાય પણ જળમાં પરપોટાની જેમ તે ભૂતેમાં જ લય પામે છે. આવી રીતે ભૂતોના સમુદાયરૂપ શરીરમાંથી જ ચૈતન્ય ઉત્પન્ન થતું હોવાથી તે ચતન્યને આધાર શરીર છે. લેકે જેને આમા શબ્દથી બેલે છે, તે વસ્તુ ખરૂં જોતાં શરીર જ છે. શરીરથી ભિન્ન એ કે આત્મા નહોઈ શકે. વેદવાક્યમાં કહ્યું છે કે ન ચિરંજ્ઞાત્તિ-અર્થાત શરીર અને
૧૮