________________
શ્રી કલ્પસત્રદર્શન થતાં જ શ્રમણ ભગવાન મહાવીરને પ્રણામ કર્યા. દેવાન દાના આખા પરિવારને અવસ્થાપિની નિદ્રા આપી. દેવાનંદાના શરીરમાંથી અશુચી પુગલે દૂર કયી અને શુભ પગેલે સ્થાપ્યાં. પછી “હે ભગવન ! આપ મને અનુજ્ઞા આપો” એમ ઉચ્ચારી ભગવાન મહાવીરને બીલકુલ હરકત ન આવે તેમ સુખપૂર્વક પોતાના દિવ્ય પ્રભાવ વડે હાથની અંજલીમાં લીધા. પછી ક્ષત્રિયકું. ડગ્રામ નગરમાં, સિદ્ધાર્થ ક્ષત્રિયને ઘેર જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણ છે ત્યાં આવી, તેના આખા પરિવારને અવસ્થાપિની નિદ્રા આપી, ત્રિશલા માતાના શરીરમાંથી અપવિત્ર પુદગલે દૂર કરી–પવિત્ર પુદ્ગલે સ્થાપી, પ્રભુને બીલકુલ હરકત ન આવે તેવી રીતે સુખપૂર્વક પિતાના દિવ્ય પ્રભાવ વડે ત્રિશલા ક્ષત્રિયાણીની કુખમાં સંક્રમાવ્યા. - ગર્ભ હરણના ચાર પ્રકાર છે. (૧) ગર્ભાશયમાંથી લઈ ગર્ભાશયમાં,(૨) ગર્ભાશયમાંથી લઈ નિમાં,(૩) નિથી લઈ ગર્ભાશયમાં અને (૪) યોનિથી લઈ નિમાં. અહીંઆ ગર્ભ હરણને ત્રીજો પ્રકાર સમજ. અર્થાત્ દેવાનંદાની કુખમાંથી નિમાર્ગે ગ્રહણ કરી ત્રિશલા માતાની કુખમાં ગર્ભાશય દ્વારા સંક્રમા. એ સિવાયના બાકીના ત્રણ પ્રકારને આ સ્થળે નિષેધ છે એમ શ્રી ભગવતી સૂત્રમાં પણ કહ્યું છે. ' વળી ત્રિશલા ક્ષત્રિયાણીને પુત્રીરૂપે જે ગર્ભ હવે તેને દેવાનંદા બ્રાહ્મણની કુક્ષિામાં મૂકો અને પછી તે દેવ જે દિશામાંથી, જે રીતે આવ્યો હતો તે જ દિશામાં, તેજ રીતે સધર્મ દેવલોકમાં દેવના રાજા શકેંદ્ર પાસે પહોંચી ગયો અને “આપની આજ્ઞાનુસાર મેં કામ કર્યું છે” એમ નિવેદન કર્યું.