________________
પ્રથમ વ્યાખ્યાન.
દેવતાઓમાં ઇંદ્ર જેમ સર્વશ્રેષ્ઠ ગણાય છે, અને તારાઓમાં ચંદ્ર, ન્યાયપ્રવીણ પુરૂષોમાં રામ, રૂપવંત પુરૂષમાં કામદેવ, સુંદરીઓમાં રંભા, વાજીમાં ભંભા, હસ્તિઓમાં ઐરાવત, સાહસિકેમાં રાવણ, બુદ્ધિમાનમાં અભયકુમાર, તીર્થોમાં શત્રુ જય, ગુણેમાં વિનય, ધનુર્ધારીઓમાં અર્જુન, મંત્રોમાં નવકાર અને વૃક્ષોમાં જેમ આમ્રવૃક્ષ સર્વશિરોમણી ગણાય છે, તેમ આ કલ્પસૂત્ર સર્વ શાસ્ત્રોમાં ઉચ્ચ અને અગ્રસ્થાને શેભે છે.
મંત્રામાં પરમેષ્ટી મંત્ર, તીર્થોમાં શત્રુંજય, દાનમાં અભય. દાન, ગુણેમાં વિનય, વ્રતમાં બ્રહ્મચર્ય, નિયમમાં સંતોષ, તપમાં શમતા અને તત્વમાં સમ્યગદર્શન જેમ સર્વથી શ્રેષ્ઠ છે, તેમ શ્રી સર્વજ્ઞપ્રભુએ કહેલા સર્વ પર્વોમાં પર્યુષણ પર્વ સર્વશ્રેષ્ઠ છે. એ પર્યુષણ પર્વની સાથે કલ્પસૂત્રને અનન્ય સંબંધ છે. જેમ અહંત કરતા મહાન અન્ય કોઈ દેવ નથી, મુક્તિ કરતા અન્ય કઈ મહાન પદ નથી, શ્રી શત્રુંજય કરતા અન્ય કોઈ પવિત્ર સ્થાન નથી, તેમ ક૯પસૂત્ર કરતા અન્ય કે મહાન શાસ્ત્ર નથી. આ કલ્પસૂત્ર એક રીતે કલ્પવૃક્ષજ છે એમ કહીએ તો પણ ચાલે. તે આનુપૂર્વિના ક્રમ વગર કહેવામાં આવ્યું છે. તેથી તેમાં આવેલું શ્રી વીરચરિત્ર બીજ સમાન છે, પાર્ધચરિત્ર અંકુરરૂપ છે, નેમીચરિત્ર થડ સમાન છે, શ્રી ઋષભચરિત્ર શાખારૂપે સોહે છે, સ્થવિરાવલી રૂપ તેનાં પુપે છે, સમાચારી રૂ૫ સુગંધ છે અને મોક્ષપ્રાપ્તિ એ તેનું ફળ છે. એ રીતે કલ્પસૂત્ર વસ્તુત: કલ્પવૃક્ષ જ છે.
કલ્પસૂત્રનું વિશેષ માહાસ્ય-વિધિપૂર્વક વાંચેલું, આરાધેલું તેમજ ધ્યાનપૂર્વક અક્ષરશ: શ્રવણ કરેલું આ ક૯૫સૂત્ર આઠ ભવની અંદર મોક્ષદાયક થાય છે. જેઓ જીનશાસનની પ્રભાવના અને પૂજામાં ખુબ રસ લે છે અને એકાગ્રચિત્તે એકવીસ વાર કલપસૂત્ર સાંભળે છે તેઓ હે ગૌતમ ! આ સંસાર