________________
૧૨
શ્રા, કલ્પસૂત્ર
ચોથે પહેરે દેખેલ સ્વપ્ન એક મહિને ફળ આપનારું થાય છે. રાત્રની છેલ્લી બે ઘડીમાં દેખેલું સ્વપ્ન નિશ્ચયથી દશ દિવસમાં ફળે છે અને સૂર્યોદય થતાં દેખેલું સ્વપ્ન તુરતજ ફળે છે. ઉપરાઉપરી આવેલાં સ્વપ્નાં, દિવસે દેખેલા સ્વપ્નાં, માનસિક ચિંતા અને શારીરિક વ્યાધિથી ઉત્પન્ન થયેલાં સ્વનાં અને મળ-મૂત્રના રોકાણથી થયેલાં સ્વપ્નાં સાવ નિરર્થક હોય છે.
જે મનુષ્ય ધર્મમાં આસક્ત હોય, જેની રસ-રૂધિરાદિ ધાતુઓ સમ એટલે સરખી હોય, જે સ્થિર ચિત્તવાળો હોય, ઇંદ્રિયો ઉપર સંયમ રાખનાર હેય, દયાવાળો હોય, તેનું સ્વપ્ન પ્રાયઃ ઇચ્છિતફળને આપનારું થાય છે. ખરાબ સ્વપ્ન આવ્યું હેય તે કોઈને સંભળાવવું નહીં, સારું સ્વપ્ન આવ્યું હોય તે ગુરૂ મહારાજ વિગેરે ગ્ય પુરૂષને સંભળાવવું. તેવા કઈ રોગ્ય માણસને સમાગમ ન થાય તે છેવટે ગાયના કાનમાં પણ કહી શકાય.
ઉત્તમ સ્વપ્ન જોઈને બુદ્ધિમાન માણસે સૂવું નહીં, કેમકે સૂઈ જવાથી તે ઉત્તમ સ્વપ્નનું ફળ જતું રહે છે. માટે સ્વપ્ન પછીની રાત્રિ જીનેશ્વર પ્રભુના ગુણગાનમાં જ ગુજારવી. ખરાબ સ્વપ્ન આવ્યું હોય તે બાકીની રાત્રિ ઉંઘીને પૂરી કરવી, તેમજ તે ખરાબ સ્વપ્ન કેઈને કહેવાની પણ જરૂર નહીં એમ કરવાથી તે ખરાબ સ્વપન પોતાની મેળે નિષ્ફળ થઈ જાય. જે મનુષ્ય પહેલાં ખરાબ સ્વપન જુએ અને પાછળથી શુભ સ્વપ્ન જુએ તેને શુભ ફળ દેનારૂં થાય છે, તેવી જ રીતે જે મનુષ્ય પહેલાં શુભ સ્વપ્ન જુએ અને પછી ખરાબ સ્વપ્ન જૂએ તેને તે અશુભ ફળ દેનારૂં થાય છે. ' જે મનુષ્ય સ્વપ્નમાં માણસ–સિંહ-ઘડ–હાથી-બળદ અથવા ગાયવડે જોડેલા રથ ઉપર પોતાને ચડેલે જુએ તે રાજી