________________
પ્રથમ વ્યાખ્યાન. પાંચ કલ્યાણકમાં જેને તેવા પંચ હસ્તેતર આવેલા છે એવા શ્રી વીરપ્રભુ. હેલ્થા–હોતા હવા.
આ સ્થળે કેટલાક એવો વિવાદ કરે છે કે “પંચહષ્ણુત્તરે, સાઈણ પરિનિવ્રુડે” એ કથનને અંગે શ્રી મહાવીર પ્રભુને છે કલ્યાણક પ્રાપ્ત થાય. પણ એવી શંકા કરવી યોગ્ય નથી. કારણ કે જે છ કલ્યાણક માનવામાં આવે તે “ઉસણું અરહાસલિએ પંચ ઉત્તરાસાઢે અભીઈ છદૃ હેત્તિ” ઈત્યાદિ જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિમાં જે વચને આવે છે તે પરથી શ્રી ઋષભપ્રભુને પણ છ કલ્યાણક પ્રાપ્ત થાય. પરંતુ એ વાત તે કોઈ સ્વીકારતું નથી. તેથી જેમ “પંચ ઉત્તરાષાઢે” એ વાક્યમાં નક્ષત્રના સામ્યથી રાજ્યાભિષેક પણ તેમાં જ ગણેલે છે, પણ કલ્યાણક તે
અભીઈછઠે” એવી રીતે તેની સાથે પાંચજ છે. અહીં પણ પંચહષ્ણુત્તરે’ એ પ્રમાણે નક્ષત્રની તુલ્યતાથી તેમાં ગને અપહાર આવી જાય છે, પરંતુ કલ્યાણક તે “સાઈનું પરિ. નિબુડે ” એની સાથે પાંચ જ લીધા છે.
આચારાંગ-ટીકાનું પ્રમાણુ–પંચહષ્ણુત્તરે એ વાક્યના સંબંધમાં શ્રી આચારાંગ ટીકા વિગેરેમાં પણ ખાસ કરીને પાંચ વસ્તુઓની જ વ્યાખ્યા આપી છે. કલ્યાણકની વ્યાખ્યા નથી આપી.
યાત્રા પંચાશકનું પ્રમાણુ-શ્રી હરિભદ્રસૂરિ કૃત યાત્રા પંચાશક ઉપરથી અભયદેવ સૂરિજીએ જે વૃત્તિ રચી છે તેમાં પણ શ્રી વિરપ્રભુનાં પાંચ કલ્યાણક જ વર્ણવ્યાં છે. અને તે આ રીતે છે-(૧) આષાઢમાસની શુકલ છ ગર્ભસક્રમ, (૨) ચેત્રમસિની શુકલ તેરશે જન્મ (૩) માગશર માસની શુકલ