________________
૧૯૮
શ્રી કલ્પસૂત્રજ કર્યું. લેકેએ કહ્યું કે “હે ભગવાન! આ યક્ષના મંદિરમાં રહેવું ઠીક નથી. કારણ કે રાત્રિએ પોતાના ચિત્યમાં રહેનાર દરેકને તે મારી નાખ્યા વિના નથી રહેતે, માટે આપ અન્ય સ્થળે પધારો.” લેકેએ વારવા છતાં, પ્રભુ તે પેલા યક્ષને પ્રતિબોધવા માગતા હતા, તેથી લેક પાસેથી અનુમતિ માગી ત્યાં જ રાત રા .
હવે પ્રભુ રાત્રિએ એકાગ્રચિત્તે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. પેલા દુષ્ટ યક્ષે પ્રભુને ક્ષોભ પમાડવા, ક્રોધાવેશમાં આવી ભૂમિને ભેદી નાખે એવું અટ્ટહાસ્ય કર્યું. પ્રભુ એથી જરાય ન ડગ્યા. તેમની આવી ધીરતા જોઈ યક્ષને ખૂબ ક્રોધ વ્યાપે. તેણે અનુક્રમે હાથી, સર્પ અને પિશાચનાં રૂપ વિકુવ, દુઃસહ ઉપસર્ગો કર્યો. પરંતુ પ્રભુ તે પર્વતની જેમ અચળ જ રહ્યા. પ્રભુની ધીરતા સાથે યક્ષને ગુ: પણ વધતું ચાલ્યું. તેણે પ્રભુનાં, મસ્તક, કાન, નેત્ર, દાંત પીઠ અને નખ જેવા સાતે કેમળ અંગેમાં વિવિધ પ્રકારે એવી વેદના કરી કે જે સામાન્ય • મનુષ્યને એવી હેજ વેદના થાય છે તે પ્રાણ જ ગુમાવી બેસે.
એટલું છતાંય પ્રભુ ન કંપ્યા ત્યારે યક્ષના હાથ હેઠા પડ્યા. તે નમી પડ્યા. એ વેળા સિદ્ધાર્થ વ્યંતરે આવી શૂલપાણિને કહ્યું કે:-અરે અભાગીયા, નીચ કામના કરનારા, તને આ શું સૂઝયું ? તને બીજું કઈ ન મળે ? તેં આ સુરેંદ્રપૂજ્ય ભગવાનની આશાતના કરી ? જે તારા આ અપકૃત્યની ઈદ્રને ખબર પડશે તે તારું સ્થાન જ ફેંકી દેશે અને તેને રઝળતે કરી મૂકશે!” સિદ્ધાર્થનાં આવાં વચને સાંભળી તે ખૂબ ભય પાપે. પ્રભુના ચરણમાં ઝુકી પોતાના પાપની ક્ષમા માગવા લાગ્યા, અને તેમની વધારે ને વધારે પૂજા કરવા લાગ્યું. તેણે પિતાના પાપમાંથી ઉગરવા પ્રભુની સ્તુતિ ગાવી શરૂ કરી, નૃત્ય