________________
૨૫૬
શ્રી કલ્પસૂત્ર
આજે તા મારી સામે કાઇ વાદીજ ઉમા રહેવાની હિમ્મત કરા શકતા નથી. દુનિયામાં વાદીઓના મ્હાટા દુકાળ પડયા છે ! આવી રીતે દરેક દેશના પડિતાને જીતી જગતમાં વિજય પતાકા ફરકાવનાર મારી આગળ, સર્વજ્ઞ તરીકે અભિમાન કરનાર એ પામર પ્રાણીના શા ભાર છે ? ” અગ્નિભૂતિ સાથે આલાચના.
ઇન્દ્રભૂતિએ પેાતાના ભાઈ અગ્નિભૂતિને કહ્યું કે:-“ મગ પકાવતાં કાઇ કારડુ દાણેા રહી જાય તેમ બધા વાદીઓને જીતવા છતાં કાણુ જાણે આ વાદી કયાં સંતાઇ રહ્યો ? મને લાગે છે કે મારે પોતે જ તેને પરાસ્ત કરવા જોઇએ. ’
અગ્નિભૂતિ ખેલ્યાઃ— વડીલ બંધુ ! એક પામર વાદીને જીતવા માટે આપે શા સારૂ તસ્દી લેવી જોઇએ ? એક કમળને ઉખેડી નાખવા માટે ઇન્દ્રના એરાવણુ હાથીની જરૂર હાયજ નહીં. મને આજ્ઞા આપે। તા હું પાતેજ તેને પરાસ્ત કરી આવુ.”
ઇન્દ્રભૂતિ કહે છે કે:— મરે, એ કામ તે મારા એક સામાન્ય વિદ્યાથી પણ કરી શકે તેમ છે, પણ કેણુ જાણે શાથી, મને પેાતાને જ એમ થાય છે કે તેના પરાજય મારા હાથથી જ થવા જોઇએ. બનવા જોગ છે કે તલની ઘાણીમાં એકાદ તલ પીલાયા વિનાના રહી જાય, ઘંટીમાં એકાદ દાણા કળા વિનાના રહી જાય, ખેતરમાં ઘાસ કાપતાં એકાદ તરણું રહી જાય, અગસ્ત્ય ઋષિ સમુદ્રો પીતાં કોઇ એકાદ ન્હાનું સરેાવર પીવાનું ભૂલી જાય, તેમ જગતના સર્વ વાદીઓને જીતતાં, ભૂલથી આ એક વાદી રહી ગયા હશે. કોઈના પણ ‘ સન ’ હાવાના મિથ્યાડંબર મને અસહ્ય થઇ પડે છે. સ્ત્રી એક વાર પણ સતીત્વથી ભ્રષ્ટ થાય તે તે હમેશાં અસતી જ કહેવાય, તેમ એક વાદી છતાયા વિનાના રહી જાય તે પણ મારી કીર્ત્તિને મ્હાટુ કલંક લાગે, તમે તા