________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૬૭ મીના પિતા વજન નામના હતા. તેમને મેં આવા તીર્થકરના ચિન્હવાળા જોયા હતા. વજન તીર્થંકર પાસે વજનાભ ચક્રવનીએ દીક્ષા લીધી ત્યારે મેં પણ તેમની સાથે જ દીક્ષા લીધી હતી, તે વખતે તીર્થકર શ્રી વજસેનના મુખથી જ મેં સાંભળ્યું હતું કે આ વજના ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થકર થશે, અને સદભાગ્યની વાત છે કે તેજ આ પ્રભુ આજે સર્વ જગતને અને મારે પણ ઉપકાર કરવા અહીં આવી ચડયા છે!”
આ વિચાર કરે છે એટલામાં એક માણસે શ્રેયાંસની પાસે આવી, ઉત્તમ શેરડીના રસથી સંપૂર્ણ ભરેલા ઘડા હર્ષપૂર્વકભેટ ધર્યા. તિસ્મરણ જ્ઞાનથી નિર્દોષ ભિક્ષા દેવાને વિધિ સ્પષ્ટ થયે, તેમણે પ્રભુને વિનંતિ કરી કહ્યું કે –“ભગવાન ! આ કલ્પનીય ભિક્ષા ગ્રહણ કરે.”
પ્રભુ ઈક્ષરસ હારે છે. પ્રભુએ પણ બેઉ હાથની પસલી કરી, હસ્તરૂપી પાત્ર તેની આગળ ધર્યું. શ્રેયાંસકુમારે રસના ભરેલા ઘડા એક પછી એક કલવવા માંડયા. અનુક્રમે સર્વ ઘડાને રસ રેડી દીધું છતાં ખુબી તે એ હતી કે રસનું એક પણ ટીપું નીચે ન પડતાં રસની શિખા ઉપર વધવા લાગી. કહ્યું છે કે:
માઈજ થાસહસ્સા અહવા માઇજજ સાગરા સવે,
જસેવારિસ લહી સે પાણિપડિગ્યહી હાઈ” અર્થાત-જેમના હાથની અંદર હજારો ઘલ સમાઈ જાય અથવા સમગ્ર સમુદ્રો સમાઈ જાય એવી જેને લબ્ધિ પ્રાપ્ત થાય તે હસ્તપાત્રી જ હોય.
અહિં કવિ ઉમેહ્યા કરે છે –