________________
૧૪મ વ્યાખ્યાન.
૨૩૭
મૃગાવતીને વિજયા નામે પ્રતિહારી હતી. તેજ નગરીમાં ધનાવહુ નામે એક શેઠ રહેતા હતા. તેને મૂલા નામની સ્રો હતી. હવે શ્રમણ ભગવાન મહાવીરે પાષ વિદ્ધ એકમને દિને આ નગરીમાં પ્રવેશ કર્યો અને તેજ દિવસે તેમણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી-એમ ચાર પ્રકારે એવા ઉગ્ન અભિગ્રહ લીધા કે: દ્રવ્યથી સુપડાના ખુણામાં રહેલ અડદ મળે તેાજ વહારવા, ક્ષેત્રથી એક પગ ઉમરામાં અને બીજો પગ મ્હાર રાખીને આપે તેાજ વહેારવા, કાળથી ભિક્ષાચરા ભિક્ષા લઈ ગયા પછીના સમયે મળે તાજ વહેારવા, અને ભાવથી કોઇ રાજકુમારી દાસીપણાને પામી હાય, મસ્તક મુ ંડાવ્યું હોય, પગમાં બેડી પડી હાય, રાતી હાય અને અઠ્ઠમ તપ કર્યા હાય એવી જો કેઇ સતી સ્ત્રી વહેારાવે તે જ વહેારવુ. એ પ્રમાણે કેવળ પરિસહ સહન કરવા માટે આકરામાં આકરા અભિગ્રહ સ્વીકારી, પ્રભુ નગરીની અંદર ભિક્ષા માટે ફરવા લાગ્યા. નગરીના રાજા પ્રધાન તથા અન્યાન્ય નિકાએ ઘણા ઘણા ઉપાય કર્યો, છતાં પ્રભુને અભિગ્રહ પુરા ન થયા. ચાર મહિના વ્યતિત થઈ ગયા.
ચંદનબાળાનું પ્રથમ દર્શન
એટલામાં શતાનીક રાજાએ ચંપાનગરી ઉપર ચડાઈ કરી, ગામને લશ્કરથી ઘેરી લીધુ. તેથી ચ ંપાપતિ દુષિવાહન રાજા ત્યાંથી નાઠા, ધણીવિનાની થઇ પડેલી ચંપાનગરીમાં, શતાનીક રાજાના સુભટાએ લુંટ ચલાવી. એક સુભટે દધિવાહન રાજાની રાણી ધારિણી અને પુત્રી વસુમતીને પકડી પાતાના કબજામાં રાખ્યાં. તેણે ધારિણીને પોતાની સ્ત્રી તરીકે રહેવા બહુબહુ રીતે સમજાવી, પણ તે ન માની અને પેાતાની જીભ કચરીને મરી ગઇ. ત્યારપછી તે સુભટે વસુમતીને આશ્વાસન આપી, પેાતાની પુત્રી તરીકે રાખવાનું સમજાવી, કૈાશાંખી નગરીની બજારમાં લાવી