________________
૩૯૪
શ્રી કલ્પસત્રકેવલી થયા અને પ્રભાવ પ્રભુ, શય્યભવ, યશ, સંભૂતિવિજય, ભદ્રબાહુ તેમજ સ્થલભદ્ર એ છ શ્રુતકેવલી થયા.”
આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્ય સ્થલભદ્રને બે સ્થવિર શિષ્ય હતા. એક એલાપત્ય ગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિ અને બીજા વસિષ્ઠ નેત્રવાળા સ્થવિર આર્ય સુહસ્તિ.
જિનક૯૫ વિચછેદ જવા છતાં પણ જે ધીર પુરૂષાએ જિન કપની તુલના કરી તે મુનિઓને વિષે ઇષભ સમાન અને શ્રેષ્ઠ ચારિત્રને ધારણ કરનાર આર્ય મહાગિરિ તે અવશ્ય વંદનીય જ છે. અને જેમણે જિનકલ્પની તુલના કરી તથા આર્ય સુહસ્તિઓ શ્રેણીના ઘરમાં જેમની સ્તવના કરી તે આર્યમહાગિરિને પણ હું વંદન કરું છું.
એક વાર સાધુઓની પાસે ભિક્ષા માગવા આવેલ એક ભિશુકને આર્ય સુહસ્તિ મહારાજે દીક્ષા આપી. તે ભિક્ષુક મરણ પામીને સંપ્રતિ નામે રાજા થ, સંપ્રતિ રાજાનો પૈતૃક સંબંધ નીચે પ્રમાણે જાણ:- શ્રેણિકને પુત્ર કેણિક, તેને પુત્ર ઉદાયી, તેની પાટે નવ નંદ, તેની પાટે ચંદ્રગુપ્ત, તેને પુત્ર બિંદુસાર, તેનો પુત્ર અશકશ્રી, તેને પુત્ર કુણાલ અને તેને પુત્ર સંપ્રતિ.
સંપ્રતિને જન્મતાં જ તેના દાદાએ રાજ્ય સુપ્રત કર્યું, એક વાર શ્રી આર્ય સુહસ્તિને રથયાત્રામાં પ્રવૃત્ત થયેલા જોઈને સંપ્રતિ રાજાને પિતાનું જાતિસ્મરણ જ્ઞાન થયું. તે પછી તેણે સવા લાખ જિનાલય, સવા કરોડ નવીન જિનબિમ્બ, છત્રીસ હજાર જીર્ણોદ્ધાર, પંચાણું હજાર પીતલની પ્રતિમા તથા હજારે દાન