________________
જ
શ્રી ક૯૫ત્રની પુષ્કળ વસ્તુઓ હરાવી. તે બાદ પિતે ભજન કરી સાધુએ પાસે જઈ વંદનવિધિ કરી કહ્યું કે –“હે મહાભાગ! ચાલે હું આપને માર્ગ બતાવું.” નયસાર અને સાધુઓ વનમાં ચાલ્યા જતા હતા. સાધુઓએ નયસારને એગ્ય પાત્ર સમજી એક વૃક્ષ નીચે બેસારી ધર્મને ઉપદેશ આપે. એ ઉપદેશની નયસાર ઉપર બહુ સુંદર અસર થઈ. તેને સમક્તિની પ્રાપ્તિ થઈ. તે પછી તે સાધુઓને ઉપકાર માની, તેમને પગે લાગી પિતાને ગામ આવ્યું. અંતે પોતાનું આયુષ્ય પુરૂં થતાં પંચપરમેષ્ટિનું
સ્મરણ કરતાં તે મૃત્યુ પામ્યું. ત્યાંથી બીજે ભવે તે સધર્મ દેવેલેકમાં પોપમના આયુષ્યવાળે દેવ થયે (૨)
ત્રીજે ભવે તે ભરતચક્રવતીને મરીચિ નામે પુત્ર થયે. મરીચિને વૈરાગ્ય થવાથી શ્રી અષભદેવ પ્રભુ પાસે દીક્ષા લીધી અને સ્થવિરો પાસે અગીયારે આગ ભર્યો. એક દિવસે ઉનાળામાં બહુ તાપથી પીડિત થઈ વિચારવા લાગ્યો કે “આ સંયમને ભાર વહે અતિ દુષ્કર છે. મારાથી તો કેમે કરતાં સહન. થાય તેમ નથી. પણ અહીંથી પાછું ગૃહસ્થાવાસમાં જવું તે પણ ઠીક નહીં. " આખરે તેણે એક નવીન જાતને વેષ ધારણ કર્યો. એ વેષ અને તેનાં કારણે તેણે નીચે પ્રમાણે ગોઠવી લીધાં. સાધુઓ તે મનદંડ, વચનદંડ, અને કાયદંડ એ ત્રણ દંડથી વિરત. થયેલા છે, પણ હું એ ત્રણ દંડથી વિરત થયેલ નથી તેથી ત્રિદં. ડનું ચિન્હ રાખવું. સાધુઓ દ્રવ્યથી મુંડિત થયેલા છે અને રાગ દ્વેષ વજેલા હોવાથી ભાવમુંડિત પણ ગણાય. હું કંઈ તે નથી. એટલા માટે હું માથામાં ચોટલી રાખીશ અને હજામત કરાવીશ. સાધુઓ તે સર્વ પ્રકારની પ્રાણહિંસાથી નિવૃત્ત થયા છે, હું કંઈ તેવો નથી, તેથી કેવળ સ્થળ હિંસાથી વિરતિ પાળીશ. . સાધુએ શીયળરૂપી સુગંધીથી હંમેશા સુવાસિત રહે છે. હું