________________
શ્રી કલ્પસૂત્રહતી ત્યારે મેં ગજ, વૃષભ વિગેરે ચાદ ઉત્તમ સ્વપ્નાં જોયાં અને જોતાંવેંત હું જાગી ઉઠી. તે સ્વમોનું કેવું કલ્યાણકારી અથવા ફળ વૃત્તિવાળું પરિણામ આવશે તેને મને વિચાર થયા કરે છે.” (અહીં ફળ એટલે પુત્રાદિ અને વૃત્તિ એટલે જીવનને ઉપાય વિગેરે.).
અષભદત્ત બ્રાહ્મણે સ્વમ સંબંધી સઘળે વૃતાન્ત સાંભળી, પોતાની સ્વાભાવિક મતિ, બુદ્ધિ તથા વિજ્ઞાન પ્રમાણે ઉંડો વિચાર કર્યો.
- મતિ, બુદ્ધિ અને વિજ્ઞાનને અર્થ.
મતિ કોને કહેવી ? જે અનાગત કાલને વિષય થાય તે મતિ. બુદ્ધિ કેને કહેવી ? જે વર્તમાન કાલને વિષય થાય તે બુદ્ધિ. વિજ્ઞાન કોને કહેવું? જે અતીત અને અનાગત વસ્તુને વિષય થાય તે વિજ્ઞાન.
બહષભદત્તને ઉત્તર સ્વપ્નના અર્થનો નિશ્ચય કરી રાષભદત્ત પિતાની પત્નીને નીચે પ્રમાણે ઉત્તર આપે – - હે દેવાનુપ્રિયે! તમે જે સ્વપ્ન જોયાં છે તે ખરેખરજ ઉદાર, કલ્યાણકારી, ધનદાયક, મંગળકારી અને સુંદર છે. તે સ્વપ્નાં આરોગ્ય, સંતેષ, દીર્ધાયુષ, નિરૂપવતા અને વાંછિત ફળની સિદ્ધિનેજ સૂચવે છે. તેના પ્રતાપે, હે દેવાનુપ્રિયે ! તમને અર્થ ને લાભ, વૈભવને લાભ, પુત્ર અને સુખને પણ લાભ થશે. તમે નવ માસ અને સાડા સાત દિવસ ગયા પછી એક પુત્રને જન્મ આપશો તે પુત્ર કે થશે તે હું વિસ્તારથી કહું છું તે સાંભળો.