________________
૨૪૮
શ્રી ક૯૫સૂત્ર
ભગવાનના વિહાર અને સ્થિરતાનું સ્વરૂપ વર્ષાકાળના ચાર માસ ભગવંત એક સ્થાને રહેતા અને બાકીના આઠ માસ વિહાર કરતા. તે આઠ મહિનામાં ગામને વિષે એક રાત્રી અને નગરને વિષે પાંચ રાત્રી પર્યત રહેતા. કુહાડામાં અને ચંદનમાં અર્થાત્ અપકાર કરનાર તેમજ ઉપકાર કરનાર પ્રત્યે પ્રભુ તે રાગદ્વેષરહિત સમાનદષ્ટિ જ રાખતા. સુખ દુઃખમાં તેમને મન કંઈ ભેદ ન હતે. મનુષ્યલકકે દેવ ભવાદિમાં પણ તેમને કંઈજ મમતવ ન હતું, જીવન તથા મૃત્યુ વિષે તેમને કંઈજ આકાંક્ષા ન રહેતી, દેવેન્દ્ર નરેન્દ્ર સત્કાર કરે તે તેમને એમ ન થાય કે ખરેખર આ જીવન જીવવા જેવું છે અને અસહ્ય પરિસહ વેઠવા પડે તે તેમને એમ પણ ન થાય કે હવે તે મૃત્યુ આવે તે સારૂં. સંસાર સમુદ્રને પાર પામવા તેઓ નિરંતરમથન કરતા, કર્મ રૂપી શત્રુને સમૂલે છેદ કરવા તૈયાર રહેતા અને એ રીતે પ્રભુ સર્વત્ર વિચરતા.
વિહારના બાર વરસ પ્રભુએ વિહારના બાર વરસ કેવી સ્થિતિમાં વિતાવ્યાં ? તે દરમિયાન તેમણે કયા કયા ગુણ કેળવ્યા ? અનુપમ જ્ઞાન, અનુ. પમ દર્શન, અને અનુપમ ચારિત્ર વડે, સ્ત્રી નપુંસક વિગેરે દેષરહિત વસતિમાં રહેવા રૂપ અનુપમ આલયવડે, અનુપમ વિહાર વડે, અનુપમ વય–પરાક્રમવડે–મનના ઉત્સાહવડે, અનુપમ સરળતાવડે, અનુપમ માયા રહિતપણે, અનુપમ માર્દવ-માનરહિતપણે અનુપમ લાઘવ-ક્રિયાઓમાં કુશળપણે, અથવા લાઘવ એટલે દ્રવ્યથી અ૫ ઉપધિપણું અને ભાવથી ત્રણ ગૈરવને ત્યાગ કરવારૂપે, ક્રોધના નિગ્રહરૂપ અનુપમ ક્ષાંતિવડે, અનુપમ નિર્લોભાણે, અનુપમ મને ગુપ્તિ વિગેરે મુસિવડે, ઇચ્છાની નિવૃત્તિ અથવા મનની પ્રસન્નતારૂપ અનુપમ તુષ્ટિ-સંતોષવડે, સત્ય,