________________
નવમ વ્યાખ્યાન.
૪૧૭
તે માટે આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે કુઠ્ઠી વળવારા, चूअगणा अहिमासयंमि घुठूमि ! तुह न खमं फुल्लेउं, जइ पञ्चंता #તિ સુમરડું | ૨ | ભાવાર્થ-હે આમ્ર વૃક્ષ ! અધિક માસની ઉદ્દઘાષણ થયે છતે કદિ કરનાં ફૂલ તે લે પણ તને ફૂલવું ઘટે નહીં, કેમકે તેથી તુચ્છ જાતિના વૃક્ષો તારી હાંસી કરશે. વળી કઈ “મિબિં િવીણા રેતુ વીસરમાણે” એ વચનબલ વડે માસ અધિક હોય ત્યારે વીશ દિવસેજ લેચ આદિ કૃત્યયુક્ત પર્યુષણ કરે છે તે પણ અયુક્ત છે, કારણ કે “નિવઢિગંતિ વીમા એ વચન ગૃહિજ્ઞાત (પર્યુષણ) માત્રની અપેક્ષાએ છે. અન્યથા “કાસમાસા પોવિંતિ પુણ રસો, સેસનારું પોસવંતાળું વવત્તિ' એટલે આષાઢ માસમાં પર્યુષણા કરવી એ ઉત્સર્ગ છે અને બાકીના કાળમાં પર્યુષણ કરવી એ અપવાદ છે. એવા શ્રી નિશીથ ર્ણિના દશમા ઉદ્દેશાના વચનથી આષાઢ પૂર્ણિમાએજ લાચ આદિ કૃત્યયુક્ત પર્યુષણું કરવી જોઈએ. (પણ તે ચતુર્માસ રહેવાની અપેક્ષાનું વચન છે, કૃત્યવિશિષ્ટ પર્યુષણ કરવા માટે નથી, તેથી જ તેમ કરવામાં આવતું નથી. ) આ સંબંધમાં વધારે કહેવું વ્યર્થ છે.
ક૯૫ને વિષે કહેલી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવરૂપ સ્થાપના આ પ્રમાણે છે. દ્રવ્યસ્થાપના-તૃણ, ડગલ, છાર, મલ્લક આદિને પરિભેગ કરો અને સચિત્ત આદિને ત્યાગ કરો. તેમાં સચિત્ત દ્રવ્ય એટલે અતિ શ્રદ્ધાવાળા રાજા અને રાજાના પ્રધાન સિવાય શિષ્યને દીક્ષા આપવી નહીં. અચિત્ત દ્રવ્ય એટલે વસ્ત્ર આદિ ગ્રહણ કરવાં નહીં અને મિશ્ર દ્રવ્ય એટલે ઉપધિ સહિત
* કુંડી વિગેરે. - રાજા કે પ્રધાન દીક્ષા લેવા ઈચ્છે તો તેને આપવી. ૨૭