________________
શ્રી કલ્પસૂત્ર
પ્રથમ વૈવે જવાબ આપો કે“, રાજાજી, મારૂં ઓષધ એવું તે ભારે પ્રભાવભર્યું છે કે તેના સેવનથી શરીરના બધા રોગ મટી જાય, પણ જે કઈ પ્રકારનો રોગ જ ન હોય તે મારૂં ઔષધ નવા રોગો પેદા કરે, ”
રાજાએ કહ્યું કે “તમારું પ્રભાવવાળું ઔષધ ભલે તમારી પાસે જ રહ્યું. જે ઔષધ સૂતેલા સપને નકામા છેડે તેની મને કશી જરૂર નથી.”
બીજા વૈદ્ય જવાબ આપે કે –“મારા ઔષધમાં એવી ખુબી છે કે રોગ હોય તે તેને જડમૂળથી નાશ કરે અને જે કંઈ રેગ ન હોય તે મારૂં આષધ કાંઈ લાભ કે હાનિ ન કરે."
રાજાએ કહ્યું કે–અગ્નિમાં વ્યર્થ ફેંકી દેવા સમાન તમારા આષધે પણ મારે મન નકામાં જ છે.” - ત્રીજા વેલ્વે જવાબ આપ્યો કે—“મારા ઔષધની ખુબી તે એ સાથી ન્યારી જ છે. મારા ઔષધમાં એ અપૂર્વ ગુણ છે કે તેના સેવનથી શરીરના તમામ રેગ નખમાંથી નીકળી જાય એટલું જ નહીં પણ જે સેવન કરનાર વ્યક્તિ શરીરે નીરોગી હોય તો તેના શરીરની તંતિ, પુષ્ટિ અને બળ એટલાં બધાં વધી જાય કે તેને ભવિષ્યમાં કેઈપણ પ્રકારને રેગ ન થાય.”
રાજાએ કહ્યું કે “મને એવાજ ઔષધની જરૂર છે.”
કલપસૂત્ર એ કલ્પવૃક્ષ જ છે–કલ્પસૂત્ર એ ખરેખર ત્રજા વૈદ્યની જેમ ઉપકારક છે. કારણ કે તે નાં કર્મોરૂપી વ્યાધિઓને સમૂળ દૂર કરે છે, નવાં કર્મરૂપ વ્યાધિથી હમેશાં બચાવે છે અને ચારિત્રગુણની એવી તે સરસ પુષ્ટિ કરે છે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આપદા મુંઝવી શકતી નથી