________________
૩૯૮
શ્રી કલ્પસૂત્ર
શ્રી વીરપ્રભુનાનિર્વાણ પછી પાંચસો ચુંમાલીસમા વરસે અંતરંજિકા નામની નગરીમાં ભૂતગૃહ જેવા વ્યંતરના ચિત્યમાં રહેલા શ્રી ગુપ્ત આચાર્યને વાંચવા માટે, તેમના શિષ્ય હગુપ્ત બીજા ગામથી આવતા હતા. માર્ગમાં તેમણે એક પટ૭ વાગતે સાંભ
. એ પટડ એક વાદીને હતો. રેહગુપ્ત તે પટલને સ્પર્શ કરી પેલા વાદી સાથે વાદ કરવાનું કહેણ મેકવ્યું. પછી ગુરૂ પાસે એ વાત નિવેદન કરી. - વાદી એક પરિવ્રાજક હતું. તેની પાસે વીંછી, સર્ષ, ઉંદર, મૃગી, વરાહી, કાકી અને શકુનિકા નામની વિદ્યાઓ હતી; પરંતુ તેની સર્વ વિદ્યાઓને ઉપઘાત કરે એવી મયૂરી, નકુલી, બિલાડી, વ્યાધ્રો, સિંહી, ઉલ્કી અને સ્પેની વિગેરે સાત વિદ્યાઓ રેહગુપ્ત પિતાના આચાર્ય પાસેથી મેળવી લીધી. તે ઉપરાંત સર્વ ઉપદ્રવને નાશ કરવામાં સમર્થ એ રજોહરણ પણ પોતાની પાસે રાખ્યો. પછી બળશ્રી નામના રાજાની સભામાં આવી પિટ્ટશાળ નામના પરિવ્રાજકની સાથે ભારે વાદ કર્યો. પરિવ્રાજકે પોતાના વાદમાં જીવ, અજીવ, સુખ દુઃખ આદિ બે રાશીનું સ્થાપન કર્યું. તેની સામે રહગુપ્ત ત્રણ દેવ, ત્રણ અગ્નિ, ત્રણ શક્તિ, ત્રણ સ્વર, ત્રણ લોક, ત્રણ પદ, ત્રણ પુષ્કર, ત્રણ બ્રહ્મ, ત્રણ વર્ણ, ત્રણ ગુણ, ત્રણ પુરૂષ, ત્રણ સંધ્યા, ત્રણ વચન અને ત્રણ અર્થને વાદ ઉભે કર્યો. ત્રણ જીવનું સમર્થન કરતાં તેમણે જીવ, અજીવ અને જીવ એ પ્રમાણે ત્રણ રાશિની સભામાં સ્થાપના કરી. પરિવ્રાજકની વિદ્યાઓને પોતાની વિદ્યાએના બળથી જીતી લીધી. છેલ્લે પરિવ્રાજકે રાસભી વિદ્યાને પ્રયોગ કર્યો, તે પણ પોતાના રજોહરણના બળથી જીતી લીધો. પરિવ્રાજક ઝંખવાણે પડી ગયે. રેહગુપ્ત મત્સવ પૂર્વક પોતાના ગુરૂ પાસે આવી પોતાના વિજયને વૃત્તાંત કહી સંભ