________________
પંચમ વ્યાખ્યાન.
૧૫૫
સામર્થ્ય વિશે શંકા આ. મેં જે વિપરીત ચિંતવ્યું તે મારૂં કુત્ય મિથ્યા હો ! હું આપની પાસે મારા અપરાધની ક્ષમા માગું છું.”
મેરૂપર્વતને પણ થયું કે અસંખ્યાતા તીર્થકરે આજ સુધીમાં થઈ ગયા, પણ મને કેઈએ પગથી સ્પર્શ કર્યો નથી. આજે વીરપ્રભુના પગનો સ્પર્શ પામી તે હર્ષથી નાચવા લાગ્યા. વળી તેણે વિચાર્યું કે આ સ્નાત્ર નીરના અભિષેકથી ઝરતાં સઘળાં ઝરણાંરૂપી મેં હાર પહેર્યા તથા જીનેશ્વર રૂપી મુકુટને ધારીને હું સઘળા પર્વને રાજા થયે.
સ્નાન-વિલેપન વિગેરે પહેલાં અય્યતેન્દ્ર પ્રભુને સ્નાન કરાવ્યું, તે પછી અનુક્રમે બીજા ઈન્દ્રો અને છેક ચન્દ્ર-સૂર્ય વિગેરેએ પણ પ્રભુસ્નાનને લહાવો લીધે. સ્નાત્ર મહોત્સવ વખતે ચરમ તીર્થકરના મસ્તક પર વેત છત્રની પેઠે શોભતું, મુખરૂપી ચંદ્ર પર કિરણોના સમુહની પેઠે તેજ વરસાવતું, કંઠમાં હારની પેઠે ઝૂલતું, સમસ્ત શરીર પર ચીન દેશના રેશમી કપડાની પેઠે દીપતું, અને ઈન્દ્રોના સમુહેએ ઉંચા કરેલા ઘડાઓના સમુહના મધ્યભાગમાંથી નીચે પડતું-ક્ષીરસમુદ્રનું પાણી સની લક્ષમીને માટે હ! શક્રેન્દ્ર પોતે ચાર વૃષભનું રૂપ કરીને, આઠ શીંગડાઓમાંથી ઝરતા જળવડે પ્રભુને અભિષેક કર્યો. દેવેને જે વિબુધ અર્થાત પંડિત કહેવામાં આવે છે તે યથાર્થ જ છે. કારણ કે ચરમ તીર્થકરને જળ વડે હરાવવાનો લાભ લઈ પોતે જ નિર્મળ બન્યા. મંગળદી અને આરતી ઉતારી, નાચગાન તથા વાજી વગાડી વિવિધ પ્રકારે મહોત્સવ કર્યો. ત્યારપછી ઈન્દ્ર ગંધ કાષાયી નામના દિવ્ય વસ્ત્રવડે પ્રભુના શરીરને લુછી, ચંદનાદિવડે વિલેપન કરી, પુષ્પપૂજા કરી. ત્યારબાદ પ્રભુની સન્મુખ